Gujarati News

Gujarati News

News of Tuesday, 8th September 2020

મ.ન.પા ત્રાટકી : કોવિડ-૧૯નો નિયમનો ભંગ કરનાર ૧૧ દુકાનદારો દંડાયા : ૬૪ હજારનો દંડ

શહેરના વિવિધ વિસ્તારોમાં દુકાનોમાં સોશ્યલ ડીસ્ટન્સનું પાલન અને માસ્કના ચેકીંગ માટે સોશ્યલ સ્કવોડની રચના કરતા મ્યુ. કમિશ્નર ઉદિત અગ્રવાલ

રાજકોટ, તા. ૮ : રાજય સરકારશ્રી દ્વારા કોરોના સામે સાવચેતી રાખવાના ભાગરૂપે ધંધાર્થીઓને ત્યાં ટોળા ભેગા ન થાય અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરી પોતાનો વ્યવસાય કરવા છૂટછાટ આપવામાં આવેલ છે. જે ધ્યાને લઇ રાજકોટ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરવા બદલ રૂ. ૩૭ હજાર ૧૧ દુકાનદારોને અને માસ્ક ચેકીંગમાં રૂ. ર૭ હજાર નો દંડ વસુલ કરવામાં આવ્યો હતો.

આ અંગે મ્યુ. કમિશ્નર ઉદ્દિત અગ્રવાલે જણાવ્યું હતુ કે, શહેરનાં ચા-પાન સહિતના ધંધાર્થીઓ સોશિયલ ડિસ્ટન્સના પાલન ભંગ ન કરે અને લોકો માસ્ક પહેરે તે માટે એસ.પી. શ્રી ચાવડા તથા મ્યુ. કોર્પોરેશનનાં જગ્યા રોકાણ શાખાના આસી. મેનેજર દીપેન ડોડીયા સહિતના અધિકારીઓની એનક્રોચ ટીમની રચના કરવામાં આવી છે. વધુમાં શ્રી અગ્રવાલે જણાવ્યું હતું કે આ એનક્રોચ ટીમ દ્વારા શહેરના ધંધાર્થીઓ સોશ્યિલ ડિસ્ટન્સના પાલનના ભંગ કરે તો નોટીસ દંડ, સીલ સહિતની કાર્યવાહી કરવામાં આવશે.

શહેરના વિવિધ વિસ્તારમાં એનક્રોચ ટીમ દ્વારા  આજે ચેકીંગ હાથ ધરાતા સોશ્યલ ડિસ્ટન્સનો સવારે ભંગ કરવા બદલ ખોડીયાર-ફુલછાબ ચોકમાં રૂ. પ૦૦૦નો, શકિત ટી-સ્ટોલ, ભાવનગર રોડ રૂ. પ૦૦૦, વિશ્વનગર રોડ રૂ. પ૦૦૦નો, ખેતલાબાપા, મોહનસરવૈયા હોલ રૂ. ર૦૦૦, ડિલક્ષ સેવન સ્ટાર રૂ. ર૦૦૦, ફોઝી સ્ટાર સોરઠીયાવાડી રૂ. ર૦૦૦, લિલીપ ટીસ સ્ટોલ રૂ. ર૦૦૦, આરાધના ટી. ઙિ એસા. કોલેજ રૂ. જય સીયારામ હોટલ કાલાવડ રોડ રૂ. પ૦૦૦, શકિત ટી સ્ટોલ કાલાવાડ રોડ રૂ. ર૦૦૦, રાજાભાઇ પુષ્કરધામ રૂ. પ૦૦૦, સંજયભાઇ ટી. સરવૈયા હોલને રૂ. ર૦૦૦ સહિત કુલ રૂ. ૩૭ હજારનો દંડ વસુલવામાં આવ્યો હતો.

આ ઉપરાંત માસ્ક ચેકીંગ કરવામાં આવતા રૂ. ર૭ હજારનો દંડ વસુલ કરવામાં આવ્યો હતો.

(3:56 pm IST)