Gujarati News

Gujarati News

News of Tuesday, 8th September 2020

મવડી પોલીસ હેડ કવાટર્સ સહીત જીલ્લાના પોલીસ મથકોમાં ૪૫૦૦ રોપાનું વાવેતર

ગુજરાત પોલીસના રાજયકક્ષાના વન મહોત્સવ અંતર્ગત જીલ્લા પોલીસ વડા બલરામ મીણાના માર્ગદર્શન હેઠળ રૂરલ પોલીસમાં મવડી પોલીસ હેડ કવાટર્સ સહીત જીલ્લાના તમામ પોલીસ મથકોમાં આજે ૪૫૦૦ રોપાનું વાવેતર કરાયું હતું. મવડી પોલીસ હેડકવાટર્સ ખાતે જીલ્લા પોલીસ વડા બલરામ મીણા, રાજકોટના ડે. મેયર અશ્વીનભાઇ મોલીયા, આરએમસી બાંધકામ સમીતીના ચેરમેન મનીષભાઇ રાડીયા,  દિવ્યરાજસિંહ ગોહીલ, શાપર જીઆઇડીસીના પ્રમુખ પ્રવિણભાઇ જસાણી, મહેશભાઇ સાવલીયા તથા વન વિભાગના ડી.એફ.ઓ સીયાણી, રૂરલ એસ.ઓ.જી.ના પીઆઇ અજયસિંહ ગોહીલ, રૂરલ ક્રાઇમ બ્રાંચના પીએસઆઇ એચ.એમ.રાણા તથા જીલ્લાના અન્ય અધિકારીઓની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કરાયું હતું. પ્રથમ તસ્વીરમાં જીલ્લા પોલીસ વડા બલરામ મીણા તથા ઉપસ્થિત આગેવાનો મવડી પોલીસ હેડકવાટર્સ ખાતે વૃક્ષારોપણ કરતા દ્રશ્યમાન થાય છે. બીજી તસ્વીરમાં પોલીસ સ્ટાફ વૃક્ષારોપણ કરતા નજરે પડે છે.

(3:58 pm IST)