Gujarati News

Gujarati News

News of Friday, 8th October 2021

યુ ટ્યુબ પર ગીતાબેને ગાયેલી આરતીની ધૂમ : ઘરમાં મંદિરનું સર્જાય છે વાતાવરણ

સાંજે સાત વાગ્યે આરતી યુ ટ્યુબ પર મુકાઇ અને તરત દર્શકોએ વધાવી લીધી : એક સાથે ૫૦ જેટલા ઓડિયો પ્લેટફોર્મ પર પણ આરતી રજૂ થઇ

રાજકોટ,તા.૮:સૌરાષ્ટ્ર - ગુજરાતના સુપ્રસિદ્ઘ ગાયિકા ગીતાબહેન ચૌહાણે ગાયેલી માતાજીની આરતી ૪ તારીખે યુ ટ્યુબ પર રજૂ થઈ અને તરત દર્શકોએ એનાં વધામણાં કર્યા હતા.  વર્ષોથી જેમના કંઠમાં આવી પ્રવાહી શૈલી સચવાઈ છે એવા ગીતાબેન ચૌહાણે અત્યંત શ્રદ્ઘા અને ભાવ પુર્વક આરતી ગાઈ છે.

આરતી ગીતાબહેન ગાય એની સાથે એમના પિતા અને રાષ્ટ્રીય કક્ષાએ ખ્યાતિ પામેલા શ્રી હેમંતભાઈ ચૌહાણ તે ઉપરાંત જાણીતા ગાયક-સંગીતકાર અરવિંદ વેગડા, ગાયક પ્રહર વોરા, મનુભાઈ રબારી, ઉર્વશી રાદડિયા, દેવ પગી, શહેનાઝ શેખ, નિરાલી જોશી, ફિલ્મ કલાકાર હર્ષલ માંકડ, પૃથ્વી  પરીખ, પરીક સાધુ  સહીતના ગાયકો, કલાકારો દીપ જયોતિથી માતાજીની મૂર્તિેની આરતી ઉતારે છે. એવા દ્રશ્યો મનભાવન છે.

આકર્ષક લાઈટિંગ, સરસ સંગીત આ આરતીના અગત્યના પાસાં છે. નવરાત્રિ પર્વ શરૂ થઈ રહ્યું છે ત્યારે આ આરતી ઘરમાં સવાર સાંજ વગાડીએ તો દિવ્યતાનો અનુભવ થાય છે.

યુ ટ્યુબ પર રજૂ થવા ઉપરાંત આ આરતી ગાના, જીઓ સહિતના ૫૦ ઓડિયો પ્લેટફોર્મ પર પણ રજૂ થયું છે. રાજકોટથી જેમની કળાની સફર શરૂ થઈને દેશના સીમાડા વટાવી ચૂકી છે એવા ગીતા બહેન આગામી સમયમાં અનેક નવા પ્રયોગ અને રજૂઆત લઈને આવી રહ્યા છે.

(10:08 am IST)