Gujarati News

Gujarati News

News of Friday, 8th October 2021

શિક્ષણમંત્રી જીતુભાઇ વાઘાણીને ફુલડે વધાવતુ શહેર ભા.જ.પ : જન આશીર્વાદ યાત્રાનું ઠેરઠેર સ્વાગત

રાજકોટ : શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણીની 'જન આશિર્વાદ યાત્રા' સવારે ૧૦:૦૦ થી માધાપર ચોકડી ખાતે ભવ્ય સ્વાગત સાથે પ્રારંભ થઈ અયોઘ્યા ચોક,શીતલ પાર્ક ચોક,નાણાવટી ચોક,રૈયા ચોકડી, ત્રીમુર્તી બાલાજી મંદિર, ૧પ૦ ફુટ રીંગ રોડ,ઈન્દીરા સર્કલ,કે.કે.વી. સર્કલ,નાનામવા ચોકડી,બાલાજી સર્કલ, ઓમનગર સર્કલ,મવડી ચોકડી,રાજુભાઈ બોરીચાની  ઓફીસ,વિશ્વેશ્વર મહાદેવ મંદીર,ફુલીયા હનુમાન, મંદીર, મવડી ,મેઈન રોડ,ખાદીભવન ચોક,સરોજીની નાયડુ સ્કુલ ચોક,સ્વામી નારાયણ ચોક ,લોધેશ્વર ચોક, પીડીએમ કોલેજ,નારાયણ નગર આરોગ્ય કેન્દ્ર,ત્રીશુલ ચોક,જીવરાજ હોસ્પિટલ ચોક,જલારામ ચોક, ભકિતનગર સર્કલ,વર્ષા પાન ચોક,કાન્તા સ્ત્રી વિકાસ ચોક,ઢેબર રોડ, ભુતખાના ચોક, કાપડ મીલ પાસે કિશોરસિહજી મેઈન રોડ,મઢુલી ચોક થઈને  કરણપરા સ્થિત શહેર ભાજપ કાર્યાલય ખાતે સમાપન થયેલ. યાત્રા શહેરના વિવિધ વિસ્તારોમાં ફરશે. ૧પ કી.મી. કરતા પણ વધારે  લાંબા કુલ ૩૦ થી પણ વધારે રૂટ પર યાત્રાનું ભવ્ય સ્વાગત કરાશે. સામાજીક–શૈક્ષણિક–સેવાકીય સંસ્થાઓના અગ્રણીઓ જોડાયેલ. સમગ્ર રૂટ પર બેન્ડ–ડીજે– સાંસ્કૃતીક કાર્યક્રમો – દેશભકિતના ગીતો ગુંજયા હતા. ઠેર–ઠેર લોકોનું અભિવાદન ઝીલી યાત્રાનું શહેર ભાજપ કાર્યાલય ખાતે સમાપન થશે વિવિધ રૂટ પર જનસમુદાય આશિર્વાદ સાથે 'જન આશિર્વાદ યાત્રા'ને શહેર ભા.જ.પ.ના આગેવાનોએ ફુલડે વધાવી હતી. શહેર ભાજપના વિવિધ મોરચા અને વિવિધ સેલના પ્રમુખ–મહામંત્રીઓ, સંયોજકો સહીતના કાર્યકર્તાઓ રૂટ પર ખડે પગે રહી વ્યવસ્થા જાળવી હતી.  આ તકે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી જીતુ કોઠારી, કિશોર રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુર વગેરે સમગ્ર વ્યવસ્થા સંભાળી હતી. તસ્વીરમાં ક્રિકેટના બેટ ઉચા કરી ખેલાડી બાળકોનું અભિવાદન આપી રહેલા શ્રી વાઘાણી, તેમજ મોટર સાયકલ રેલી સાથે લોકોના આશીર્વાદ મેળવતા જીતુભાઇ વાઘાણી દર્શાય છે. તેઓની સાથે મેયર પ્રદીપ ડવ, મ્યુ. ફાઇનાન્સ બોર્ડ ચેરમેન ધનસુખ ભંડેરી, સ્ટેન્ડીંગ ચેરમેન પુષ્કર પટેલ વગેરે દર્શાય છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

(12:46 pm IST)