Gujarati News

Gujarati News

News of Friday, 8th October 2021

ઋણ સ્વીકારઃ સમગ્ર વ્હોરા સમાજ વિજયભાઈનો આભાર વ્યકત કરી સન્માન કરશે

રાજકોટઃ આજે સાંજે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના ઋણ સ્વીકાર કાર્યક્રમમાં દાઉદી વ્હોરા સમાજ આભાર વ્યકત કરી સન્માન કરશે.

રાજકોટ હોય કે ગુજરાત દરેક સમાજને સાથે લઈને ચાલનારા  વિજયભાઈ રૂપાણીએ રાજકોટના વસતા લોકો માટે અઢળક સુવિધાઓના ભંડાર ખોલ્યા હતા. જેમ કે મધ્યમ વર્ગ માટે આવાસ યોજનાઓનું નિર્માણ, તબીબી ક્ષેત્રે એઈમ્સ હોસ્પિટલ ઈન્ટરનેશનલ એરપોર્ટ, નવું બસ સ્ટેશન, રાજકોટના ફલાય ઓવરબ્રીજ રેસકોર્સ-૨, કાયમી પાણીનો પ્રશ્ન હલ કરયો. આવા અગણિત વિકાસના કામો કરેલ છે. રાજકોટની પ્રજા તથા સમગ્ર દાઉદી વ્હોરા સમાાજ સદાયને માટે ઋણી રહેશે.

તસ્વીરમાં સર્વશ્રી શેખ યાહયાભાઈ ગાંધી, શેખ યુસુફઅલી જોહરકાર્ડસ, શાકીરભાઈ કાચવાલા, અજીઝભાઈ ભારમલ, હુસેનભાઈ બાટલાવાલા, શબ્બીરભાઈ કાચવાલા, જાબીરભાઈ લોટીયા નજરે પડે છે.

(2:56 pm IST)