Gujarati News

Gujarati News

News of Friday, 8th October 2021

વાંચન પ્રવૃત્તિને વેગ આપવા સાહિત્ય સેતુ દ્વારા રવિવારથી 'પુસ્તક પરબ'નો પ્રારંભ

સભ્યપદ વગર પુસ્તકો વાંચવા અપાશે : હાલ કોટેચા ગર્લ્સ સ્કુલ ખાતે શરૂઆત : સેવા વિસ્તારાશે

રાજકોટ તા. ૮ : શહેરીજનો વાંચન પ્રવૃત્તિમાં રસ લેતા થાય તેવા શુભ આશયથી દીકરાનું ઘર વૃધ્ધાશ્રમ ઢોલરા પ્રેરીત સંસ્થા સાહિત્ય સેતુ દ્વારા 'પુસ્તક પરબ' નો નવતર પ્રયોગ શરૂ કરાયો છે.

સાહિત્ય સેતુના પ્રમુખ અને જાણીતા ઉદ્યોગપતિ અરવિંદભાઇ દોમડીયા, સંયોજક મુકેશભાઇ દોશીએ આ વિષે માહીતી આપતા જણાવેલ કે જાહેર જીવનના મોભી અને જાણીતા બિલ્ડર મોઢ વણિક સમાજના અગ્રણી એવા સાહિત્ય સેતુના સ્થાપક પ્રમુખ રસીકભાઇ મહેતાનું નામ જોડીને શરૂ કરાયેલ આ પુસ્તક પરબની શરૂઆત દર મહીનાના પ્રથમ રવિાવરે કાલાવડ રોડ પરની કોટેચા ગર્લ્સ હાઇસ્કુલમાં સવારે ૯ થી ૧૨ વાગ્યા સુધી પુસ્તકો આપવાથી કરવામાં આવી. સભ્યપદ વગર જે કોઇને પૂસ્તક ગમે તે ઘરે લઇ જઇ શકે. વાંચીને ફરી આવતા મહીનાના રવિવારે જમા કરાવી જાય. નવુ પુસ્તક જોતુ હોય તો લઇ જાય.

સાહિત્ય સેતુના કમીટી મેમ્બરો અનુપમ દોશી, જનાર્દન આચાર્ય, સુનિલ વોરાએ જણાવેલ કે સંસ્થા હજુ આ પુસ્તક પરબને વિસ્તારવા માંગે છે. અંદાજે ૨૫૦૦ થી વધુ પુસ્તકો અને સામયિકો ભેટમાં મળેલ છે. ધાર્મિક, આધ્યાત્મિક, વિજ્ઞાન એમ વિવિધ શ્રૃંખલામાં પૂસ્તકો ઉપલબ્ધ થયા છે.

સંસ્થા કમીટી મેમ્બર સુધીર દત્તા, પ્રકાશ હાથી, નલિન તન્ના, હસુભાઇ શાહે જણાવેલ કે પૂસ્તક પરબ માટે સમાજમાંથી ઉષ્માભર્યો પ્રતિસાદ મળે છે. સેવાભાવી સ્વજન કડીયા સમાજના મનુભાઇ મારૂ તરફથી ત્રણ કબાટની ભેટ  પૂસ્તકો સાચવવા માટે મળી છે.

પૂસ્તક પ્રેમી રસિકભાઇ મહેતા પુસ્તક પરબના પ્રારંભે શહેરના સમાજ જીવનના મહાનુભાવો જાણીતા વકતા લેખક ડો. ભદ્રાયુભાઇ વછરાજાની, ફુલછાબના તંત્રી કૌશિકભાઇ મહેતા, જાણીતા કેળવણીકાર ગુલાબભાઇ જાની, લેંગલાઇબ્રેરીના પ્રમુખ ડો. નિરંજનભાઇ પરીખ, જાણીતા ઉદ્યોગપતિ કમલનયનભાઇ સોજીત્રા, રસિકભાઇ મહેતા પરિવારના તરલાબેન મહેતા, કેળવણીકાર હેલીબેન ત્રિવેદી, જાણીતા લેખક શૈલેષ સગપરીયા, સર્વોદય સ્કુલના સંચાલક ભરતભાઇ ગાજીપરા, શિક્ષણ સમિતિના ચેરમેન અતુલભાઇ પંડીત, દીકરાનું ઘર વૃધ્ધાશ્રમના ટ્રસ્ટી પ્રતાપભાઇ પટેલ, જાણીતા ઉદ્યોગપતિ વસંતભાઇ ગદેશા, નિવૃત વેટના આસી.કમિશ્નર આર. પી. જોષી, રંગોલી ફર્નીચરવાળા મનુભાઇ મારૂ, કોટેચા ગર્લ્સ સ્કુલના ટ્રસ્ટી નિવૃત્ત આચાર્ય ભાનુભાઇ પંડયા, જાણીતા આર્કીટેકટ પ્રદીપભાઇ ત્રિવેદી, જૈન સમાજના અગ્રણી પંકજભાઇ બાટવીયા, મોઢ વણિક સમાજના અગ્રણી બિમલભાઇ કલ્યાણી વગેરે ઉપસ્થિત રહી શુભકામનાઓ પાઠવશે.

સમગ્ર આયોજનની સફળતા માટે સંસ્થાના સંયોજક મુકેશભાઇ દોશીના માર્ગદર્શન હેઠળ અનુપમ દોશી, જનાર્દન આચાર્ય, સુનિલ વોરા, નલિન તન્ના, સુધીર દત્તા, પ્રકાશ હાથી, હસુભાઇ શાહ, પંકજ રૂપારેલીયા, હરેનભાઇ મહેતા, ડો. હાર્દીક દોશી, પરિમલભાઇ જોષી, જયેન્દ્રભાઇ મહેતા, દિનેશભાઇ ગોવાણી, જીતુભાઇ ગાંધી, મહેશ જીવરાજાની, હસુભાઇ રાચ્છ, સ્વાતિબેન જોષી વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે. તસ્વીરમાં 'અકિલા' ખાતે પૂસ્તક પરબ કન્સેપ્ટની વિગતો વર્ણવતા સાહિત્ય સેતુ પરિવારના આગેવાનો નજરે પડે છે.

(3:01 pm IST)