Gujarati News

Gujarati News

News of Friday, 8th October 2021

પારડી ગામે પી.એચ.સી.કેન્દ્રના કામનો પ્રારંભઃ ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયા દ્વારા ખાતમુહુર્ત

રાજકોટ : લોધીકા તાલુકાના પારડી ગામે પી.એચ.સી.કેન્દ્ર (સરકારી દવાખાનુ) અંદાજે રૂ. ૧ કરોડના ખર્ચે મંજુર કરવામાં આવ્યું અને જેનુ ભુમીપુજન ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયા હસ્તે કરવામાં આવ્યું આ તકે તાલુકા પ્રમુખ મુકેશભાઇ કમાણી, જીલ્લા પંચાયતના સભ્ય દડક મુકેશભાઇ તોગડીયા ગામના સરપંચ તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ, ઘનશ્યામભાઇ ભુવા, રા.લા.સંઘના ડાયરેકટર અશોકભાઇ ભુવા, ભાજપ ઉપપ્રમુખ ભુવા, ભાજપ ઉપપ્રમુખ ધીરૂભાઇ ચાવડા, કાંગશીયાળી ભરતભાઇ ચાવડા તથા લક્ષ્મણસિંહ જાડેજા, મનુભાઇ પરમાર, મુળજીભાઇ પરમાર, ઠાકરશીભાઇ, બ્રિજેશભાઇ તા.યુવા મંત્રી કિશનભાઇ પોકિયા, રામદાસ નિમાવત મુળજીભાઇ હિરેન કોરાટ ગીતાબેન રાઠોડ, તાલુકા પંચાયત પ્રમુખ તથા ગામના આગેવાનો તથા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

(3:04 pm IST)