Gujarati News

Gujarati News

News of Friday, 8th October 2021

રૈયા રોડ પર દારૂ પી જીપ લઇને નિકળેલા બે શખ્સો પકડાયાઃ દારૂની બોટલ અને ધોકો કબ્જે

યુનિવર્સિટી પોલીસે કરણ બાપોદરાના અને વેજા ઓડેદરાની ધરપકડ

રાજકોટ, તા.૮: રૈયા રોડ બાપાસીતારામ ચોક પાસેથી દારૂ પી જીપ લઇને નિકળેલા બે શખ્સોને યુનિવર્સિટી પોલીસે પકડી તલાશી લેતા જીપમાંથી દારૂની બોટલ અને ધોકો મળી આવતા બંનેની ધરપકડ કરી છે.

મળતી વિગત મુજબ નવરાત્રીના તહેવાર અનુસંધાને પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલે અલગ-અલગ વિસ્તારમાં પેટ્રોલીંગ કરવા અંગે સૂચના આપતા યુનિવર્સિટી પોલીસ મથકના પીઆઇ. એ.એસ.ચાવડાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ. એ.બી.જાડેજા, હેડ કોન્સ રાજેશભાઇ મીયાત્રા, હરપાલસિંહ, યુવરાજસિંહ, જેન્તીગીર, દિપકભાઇ, સહદેવસિંહ, બળભદ્રસિંહ, તથા બ્રીજરાજસિંહ સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે રૈયા રોડ બાપાસીતારામ ચોક પાસેથી પસાર થતી જીપને શંકાના આધારે રોકી તલાશી લેતા જીપમાંથી દારૂની બોટલ અને લાકડાનો ધોકો મળી આવ્યા હતા. અને જીપ ચાલક કરણ લીલાભાઇ બાપોદરા (ઉ.વ.૩૨) (રહે.એસ.આર.આર.પી કેમ્પ સામે વર્ધમાન ગ્રીન્સ ડી-૨૦૧) અને વેજા પુંજાભાઇ ઓડેદરા (ઉ.વ.૩૨) (રહે. ગાંધીગ્રામ જીવંતીકાનગર શેરી નં.૧) પણ નશો કરેલી હાલતમાં જણાતા પોલીસે બંનેને પકડી લઇ જીપ, લાકડાનો ધોકો તથા દારૂની બોટલ કબ્જે કરી કાર્યવાહી કરી હતી. પકડાયેલ કરણ બાપોદરા ૨૦૦૯માં પોરબંદરના રાણાવાવ પોલીસ મથકમાં નોંધાયેલ હત્યાના ગુનામાં સામેલ હોવાનું જાણવા મળ્યુ છે.

(3:08 pm IST)