Gujarati News

Gujarati News

News of Friday, 8th October 2021

દીકરી-જમાઈને મળવા બ્રિટનના પ્રવાસે જઈ રહેલા વિજયભાઈ અને અંજલીબેન

રાજકોટ : પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને શ્રીમતી અંજલીબેન રૂપાણી આગામી ૧૨ ઓક્ટોબરે બ્રિટનની મુલાકાતે જઇ રહ્ના છે. તેઓનો ૧૭ દિવસનો પ્રવાસ યોજાયો છે. કોરોના મહામારીનો આતંક, મુખ્ય મંત્રીશ્રીની મહત્વની જવાબદારીઓ, ચૂંટણીઓ સહિતની સતત કામગીરીને કારણે છેલ્લાં સાત વર્ષથી પોતાની દીકરીને મળવા તેઓ ઈંગ્લેન્ડ જઈ શક્યા ન હતા. લગભગ અઢી અઠવાડિયાના આ પ્રવાસમાં દીકરી-જમાઈ અને પરિવાર સાથે સમય ગાળશે.

(4:11 pm IST)