Gujarati News

Gujarati News

News of Wednesday, 8th December 2021

પરા પીપળીયામાં સવારે સાધુ જેવા કપડામાં મળેલી હત્યા કરાયેલી લાશ જામનગરના સંતોષ સોલંકીની હતી: મિત્ર અર્જુન મરાજની દીકરી ગીતાએ જમવાના ઝગડામાં પથ્થર ફટકારી પતાવી દીધાનું ને ગીતાના પતિ વસંતે લાશનો નિકાલ કર્યાનું ખુલ્યું

ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી પી. કે. દીયોરા, એસીપી ડી.વી. બસિયાની રાહબરીમાં પીઆઇ એ.એસ.ચાવડા, પીએસઆઇ એ.બી. જાડેજા અને ટીમે કલાકોમાં ભેદ ઉકેલ્યો: હરપાલસિંહ જાડેજા અને બલભદ્રસિંહની બાતમી

રાજકોટ: શહેર ગાંધીગ્રામ-૨ (યુનિ.) પોલીસ સ્ટેશન હેઠળના પરાપીપળીયા ગામના પાટીયા સામે આદર્શ મારબલથી આગળ એક વ્યકતિ સવારે માથું મોઢું છૂંદાયેલી હાલતમા મળેલ હતી. કોઇ અજાણ્યા સાધુ જેવો દેખાતો પુરૂષની હત્યા થયાનું  જણાતું હતું. આ હત્યાનો ભેદ યુનિવર્સિટી પોલીસે કલાકોમાં ઉકેલી હત્યા કરનાર અને લાશનો નિકાલ કરનાર દંપતીની ધરપકડ કરી છે. હત્યાનો ભોગ બનનાર જામનગરનો હતો. રાજકોટ મિત્રને ત્યાં આવ્યો હતો. અહી જમવાના ઝગડમમાં મિત્રની દીકરી જમાઈએ તેને મારી નાખ્યો હતો.

ઘટના જાહેર થતા જ પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ , તથા સંયુકત પોલીસ કમિશ્નર ખુરશીદ અહેમદ તથા નાયબ પોલીસ કમિશ્નર મનોહરસિંહ જાડેજા (ઝોન-૨), તથા એસીપી પી.કે.દીયોરા (પશ્ચિમ વિભાગ) તથા એસીપી  ડી.વી.બસીયા (ક્રાઇમ)ને ઉપરોકત બનાવની જાણ કરી બનાવ વાળી સ્થાનીક જગ્યાએ જઇ તપાસ શરૂ કરવામાં આવેલ અને ઉપરી અધિકારીની સુચના તેમજ માર્ગદર્શન મુજબ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ. લાશના પી.એમ.ની કાર્યવાહી કરી  પો.સબ.ઇન્સ ડી.વી.બાલાસરાએ સરકાર તરફે ફરીયાદી બની અજાણ્યા ઇસમો વિરૂધ્ધ ઇપીકો કલમ ૩૦૨, ૨૦૧, તથા જીપીએકટ કલમ ૧૩૫(૧) મુજબ ગુન્હો દાખલ કરાવ્યો હતો.

બાદ આ ગુન્હામાં મરણજનારના ઘરના સભ્યો તેમજ આ કામના આરોપીઓને શોધી કાઢવા માટે અત્રેના પો.સ્ટે. ના ડિ-સ્ટાફ તેમજ અન્ય પો.સબ.ઇન્સ. તથા સ્ટાફના કર્મચારીઓની અલગ અલગ કુલ-૪ ટીમો બનાવી આજુબાજુના વિસ્તારના સી.સી.ટી.વી. ફુટેજ ચેક કરવા, તેમજ શંકાસ્પદ ઇસર્મોની પુછપરછ કરવા, તેમજ ટેકનીકલ માહીતી એકત્રીત કરવા, તેમજ ઉપરોકત વર્ણન વાળા મરણજનાર અજાણ્યા ઇસમ બાબતે મંદિર, ધર્મશાળા, રેલ્વે સ્ટેશન, બસ સ્ટેશન ખાતે તપાસ કરવા ટીમો રવાના કરવામાં આવેલ આ દરમ્યાન અત્રેના પો.સ્ટે.ના પો.હેડ.કોન્સ. હરપાલસિંહ જશુભા જાડેજા, તથા પો.કોન્સ. બળભદ્રસિંહ સુરૂભા જાડેજાને ખાનગી રાહે હકિકત મળેલ કે, આ કામે મરણજનાર અજાણ્યા ઇસમના વર્ણન વાળા કેસરી કપડા પહેરેલ ઇસમ ગઇકાલ રાત્રીના સમયે નવા ૧૫૦ ફુટ રીંગ રોડ, એસ.આર.પી. કેમ્પ પાસે જોવા મળેલ હતા જેથી હકિકત વાળી જગ્યાએ તપાસ કરતા ગીતા વસંતભાઇ જાદવ તથા વસંત જીવણભાઇ જાદવ મળી આવેલ હોઇ જેઓની પ્રાથમીક પુછપરછ કરતા પોતે પ્રથમ ગોળગોળ અને ફર્યુ-ફર્યુ બોલતા હોય જેઓની ઉંડાણ પુર્વક યુકિત પ્રયુકિતથી સઘન પુછપરછ કરતા પોતે પડી ભાંગેલ અને પોતે સદરહુ ગુન્હો આચરેલ હોવાની કબુલાત આપતા ગુન્હાનો ભેદ ઉકેલાયેલ અને આ કામે મરણજનાર અજાણ્યો ઇસમ પોતાના પિતાજી અર્જુન મારાજ સાથે આવેલ તેનો મિત્ર સોલંકી સંતોષભાઇ કિશનભાઇ રહે.જામનગર વાળો હોવાનુ જાણવા મળતા આ કામે મરણજનારના ઘરના સભ્યોને બનાવ બાબતે જાણ કરવામાં આવેલ છે તેમજ આ કામના નિચે જણાવેલ બંન્ને આરોપીઓને રાઉન્ડ અપ કરવામાં આવેલ છે.

આરોપીઓના નામ -(૧) ગીતાબેન ડો-ઓ અર્જુનભાઇ – બાવાજી, ઉવ.૪૦, (૨) વસંતભાઇ જીવણભાઇ જાદવ અનુ.જાતી, ઉ.વ.૪૫, રહે. બંન્ને નવો ૧૫૦ ફુટરીંગરોડ, એસ.આર.પી. કેમ્પની સામે, રસ્તાની બાજુમાં ખુલ્લા પ્લોટમાં, જામનગર રોડ, રાજકોટ

આરોપીઓની કબુલાત  આરોપી ગીતાના પિતાજી અર્જુન મારાજ ઘણા વર્ષોથી રખડતુ ભટકતુ જીવન જીવતા હોય અને ગઇકાલે ગીતાબેન પોતાના પિતાજી અર્જુન મારાજ તથા મરણજનાર સંતોષભાઇ સોલંકી ને રેલ્વે સ્ટેશન ખાતે મળેલ હોય જેથી તેઓ બંન્ને ને પોતાના ઘરે જમવા માટે લઇ આવેલ હતા અને રાત્રીના સમયે ગીતાબેન તથા મરણજનાર સંતોષભાઇને જમવા બાબતે બોલાચાલી અને ઝઘડો થયેલ અને આ કામના આરોપીઓએ મરણજનાર ને ધકકો મારી પાડી દીધેલ બાદ આરોપી ગીતાબેને મરણજનર સંતોષભાઇ ને ત્યાં પડેલ પથ્થર વડે મોઢા તથા માથાના ભાગે મારી મોત નીપજાવેલ હતુ અને બાદમાં બનાવની જાણ કોઇને ના થાય તે માટે આરોપી વસંતભાઇ જાદવે મરણજનાર ની લાશને પ્લાસ્ટીકના કોથળામાં વીટી રિક્ષમાં નાખી જામનગર રોડ પરાપીપળીયા ગામના પાટીયા સામે રોડ નીચે નાખી દીધેલ હતો અને ત્યારબાદ પોતે કોઇ બનાવ ન બનેલ હોય તેમ પોતાના કામે લાગી ગયેલ હતા. 

ટીમને ઇનામ– આ ગુન્હાના ડિટેકશન બદલ પોલીસ કમિશ્નર દ્વારા રૂ.૧૫,૦૦૦ નુ ઇનામ જાહેર કરેલ છે.

આ કામગીરી  પો.ઇન્સ. એ.એસ.ચાવડા, પો.સબ.ઇન્સ. એ.બી.જાડેજા, એ.બી.વોરા, ડી.વી.બાલાસરા એ.એસ.આઇ. બળભદ્રસિંહ દશરથસિંહ, અજયસિંહ મંગળસિંહ, તથા પો.હેડ.કોન્સ. ગિરિરાજસિંહ સજજનસિંહ, ઇકબાલભાઇ તૈયબભાઇ, રાજેશભાઇ નાગદાનભાઇ, હરપાલસિંહ જશુભા, યુવરાજસિંહ રાજેન્દ્રસિંહ, તથા પો.કોન્સ. લક્ષ્મણભાઇ રાણાભાઇ, જેન્તીગીરી ગૌસ્વામી, બળભદ્રસિંહ સુરૂભા, સહદેવસિંહ ધર્મેન્દ્રસિંહ, બ્રીજરાજસિંહ ઇન્દ્રસિંહ, નીલેષભાઇ મેરામભાઇ, વિપુલભાઇ સાર્દુલભાઇ, મુકેશભાઇ નાગદાનભાઇ, સીકંદરભાઇ રજાકભાઇ ગાંધીગ્રામ-૨ (યુનિ.) પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવી છે.

(9:17 pm IST)