Gujarati News

Gujarati News

News of Wednesday, 8th December 2021

નાના મૌવા રોડ પર બુલડોઝર ફરી વળ્યુઃ ૭૬ સ્થળે છાપરા-ઓટલાના દબાણો દુર

કોમર્શીયલ કોમ્પલેક્ષો-દુકાનોમાં મેઇન રોડ પર માર્જીન પાર્કિંગમાં થયેલ ગેરકાયદે દબાણો દુર કરાવતી મ.ન.પા.ની ટાઉન-પ્લાનીંગ શાખા

રાજકોટ તા. ૭ :.. મ.ન.પા. દ્વારા ચાલી રહેલ રાજમાર્ગોમાં માર્જીન પાર્કિંગમાંથી ગેરકાયદે દબાણો દુર કરવાની ઝૂંબેશ અંતર્ગત આજે નાના મૌવા રોડ ઉપર ૭૬ સ્થળેથી છાપરા-ઓટલા સહિતનાં દબાણો ઉપર ટાઉન પ્લાનીંગ વિભાગે બુલડોઝર ફેરવી દીધુ હતું.

આ અંગે ટી. પી. વિભાગની સત્તાવાર યાદીમાં જણાવ્યા મુજબ એન. એન. એન્ટરપ્રાઇઝ, પાન કોમર્શીયલ, જલારામ ખમણ, જે. કે. ઓટો લીંક, એજેએ ફેબ્રિકસ,  રોહિતભાઇ શિયાળીયા, મોમાઇ ટી એન્ડ પાન,  અનિલભાઇ લાંધા,  ભરતભાઇ ખીમાભાઇ સોરોડીયા, નકળંગ ટી એન્ડ નાસ્તા હાઉસ, રાઇ નંદાણીયા, નકળંગ ટી એન્ડ પાન, નીલેશભાઇ સ્ટાઇલ હેર સ્કુલન, ઉપર ઇલેકટ્રીક, વિરેનભાઇ કાલરીયા, રાજુભાઇ વિડજા વરૂડી સેલ્સ એજન્સી, કલમેશભાઇ નૈના-ભાડુઆત  જય બાલાજી એચ.વિ.એસી. સોલ્યુશન, શશીભાઇ જોબનપુત્રા  શ્રી રામ ફરસાણ, હરીભાઇ ભટ્ટ સી.કે. સ્લુન, રાજુભાઇ ચોટાઇ રસીકભાઇ ચેવડાવાળા, ધવલભાઇ કણસાગરા, શ્રીનાથજી, પરેશભાઇ સાંગાણી બિનકા રેસ્ટોરન્ટ, ગોવર્ધનભાઇ વઘાસીયા, માધવ હોસ્પિટલ, મનોજભાઇ સનારીયા, રાધે સુપર માર્કેટ, દિવ્યેશભાઇ ઘેલાણી, સુશોભન, રાજુભાઇ શોરિયા, સિધ્ધેશ્વર મૈસુર ફેન્સી ઢોસા, કૃણાલભાઇ, સંજયભાઇ ઓડ-ભાડુઆપ સન્ની પાજી દા ઢાબા, રાજેભાઇ કાન્તીભાઇ, ભારત ફુટ, ડો. કેયુર ઉકાણી, સંજીવની કલીનીક, દિલીપભાઇ રૈયાણી, ઉત્તમ ઝેરોક્ષ એન્ડ સ્ટેશનરી, નીતીનભાઇ દલસાણી, રાધે પ્રોવીઝન સ્ટોર, રાજનીભાઇ કપુરીયા, બજરંગ ઇલેકટ્રીક, ભીખુભાઇ કાલરીયા શ્રી ગણેશ પ્રોવીઝન, સ્ટોર, કાન્તીભાઇ સવસાણી ગંગોત્રી ડેરી, છોગારામ રેવશી-ભાડુઆત મહાદેવ ફરસાણ એન્ડ સ્વીટ, વિજયભાઇ દરજી ભાડુઆત-શી શાડસ ટેઇલર, સલીમભાઇ મુલતાની-ભાડુઆત, કુમકુમ કોટન વર્કસ, લીલીતભાઇ દાફડા મોમાઇ સેલ્યુલર પોઇન્ટ  સહિત ૭૬ સ્થળેગી છાપરા-ઓટલા તેમજ પાર્કીંગમાં દબાણો દુર કરાયા હતાં.

આ કામગીરીમાં વેસ્ટ ઝોનના ડેપ્યુટી કમિશનર ટાઉન પ્લાનીંગ ઓફીસર, સીટી એન્જીનીયર વેસ્ટ ઝોન તેમજ વેસ્ટ ઝોનની ટાઉન પ્લાનીંગ શાખા, બાંધકામ શાખા, દબાણ હટાવ શાખા, રોશની શાખા, સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા, ટ્રાફીક એન્ડ ટ્રાન્સપોર્ટ શાખાના તમામ સ્ટાફ સ્થળ પર હાજર રહેલ તથા આ કામગીરી દરમ્યાન કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે સુરક્ષા વિભાગના અધિકારી તથા તેમનો તમામ સ્ટાફ સ્થળ પર હાજર રહેલ.

(3:10 pm IST)