Gujarati News

Gujarati News

News of Wednesday, 8th December 2021

'સ્વતંત્રતા દિવસ'ની બપોરે મયંક રૂમમાં આવ્યો, પહેલા પગ દાબ્યા, પછી અડપલા કર્યા, સેવક ઉત્તેજીત થયા ને 'હનીટ્રેપ' સફળઃ ૪ કરોડ માંગ્યા

હું પણ સેવક છું, ભોપાલનો છું...એવી ઓળખ આપી મયંકે કાલાવડ રોડના મંદિરના સેવક સાથે ઓળખાણ કેળવી, બે ટાઇમ જમવા આવ્યો, ફોનમાં મેસેજ કર્યા અને પછી જાળ બીછાવી... : મયંકે સેવકને રીઝવવા કહ્યું-મારો એક મિત્ર જુનાગઢમાં હતો એની સાથે મારે શારીરિક સંબંધો હતાં પણ એ મને છોડીને રિસાઇને જતો રહ્યો છે...ગે શખ્સના ગલગલીયાથી સેવક બેકાબૂ બન્યા...મોજ મસ્તી પુરી થયા પછી મયંકે ટેબલ પરથી એક વસ્તુ ઉઠાવી સેવકને દેખાડી કહ્યું-આ હિડન કેમેરો છે, હવે અમે કહીએ એમ નહિ કરો તો વિડીયો વાયરલ થઇ જશે!: ઓગષ્ટમાં ભોગ બનેલા જામનગર પંથકના સેવકે પછી સેવા છોડી ગૃહસ્થ જીવન ચાલુ કરી દીધું: છતાં ટોળકીએ પીછો ન છોડ્યોઃ કહ્યું-તમારી પાસે પૈસા ન હોય તો સંસ્થા ખુબ મોટી છે ત્યાંથી મેળવીને આપો!: સેવકે અંતે પોલીસનું શરણું લીધું : ઝડપાયેલા ત્રણેયના રિમાન્ડની તજવીજ : ભોપાલ મયંકે પહેલા ૧.૩૫ કરોડ માંગ્યાઃ પછી ગોંડલના ભોજુભાએ ફોન કરી કહ્યું-વિડીયો અમારી પાસે પણ છે, બેઠક કરવી જ પડશેઃ બેઠક કરતાં ૪ કરોડ માંગ્યાઃ બીજી બેઠકમાં ભાવનગર રાજપરાનો ચીમન ઉર્ફ મુન્નો અને વરતેજનો મનોજ ઉર્ફ અભય પણ સામેલ થયાઃ ત્રીજી બેઠકમાં સેવકને મારકુટ કરી ૧૦ હજાર પડાવ્યાઃ અંતે ગાંધીગ્રામ પોલીસમાં ફરિયાદ નોધાવતાં ત્રણને પકડી લેવાયાઃ સુત્રધાર મયંકની શોધ : એક આગેવાન અને બીજા સેવકોને પણ મયંકે ફોન કરી પોતાની પાસે વિડીયો હોવાનું કહી પૈસા પડાવવા સતત પ્રયાસો કર્યા હતાં : મયંકે ૧.૩૫ કરોડ માંગી પોતાને વિદેશમાં નોકરીમાં સેટ કરાવી દેવા પણ સેવક પર દબાણ કર્યુ હતું

જેની ધરપકડ થઇ છે એ ત્રણેય આરોપીઓના  રિમાન્ડની તજવીજ હાથ ધરવામાં આવી છે

રાજકોટ તા. ૭: 'હું એ સંસ્થામાં સેવક તરીકે કામ કરતો હતો, ત્યારે એક યુવાન કે જે પોતે મધ્યપ્રદેશ ભોપાલનો છે અને પોતે પણ સેવક છે તેમ કહી મારી પાસે આવ્યો હતો અને ઓળખાણ કેળવી હતી. તે સંસ્થાની નજીકમાં જ કયાંક મકાન રાખીને રહેતો હતો. તે લગભગ બે ટાઇમ સંસ્થામાં જ જમવા આવતો હતો. મારી સાથે પરિચય કેળવી એક દિવસે એટલે કે ૧૫મી ઓગષ્ટ-૨૦૨૧ની બપોરે એ મારા રૂમમાં આવી ગયો હતો. પલંગ પર બેસી પહેલા મારા પગ દબાવ્યા હતાં અને બાદમાં મારી સાથે શારીરિક અડપલા કરી મને ખુબ જ ઉત્તેજીત કરી શારીરિક સંબંધ બાંધી લીધા હતાં. એ પછી તેણે એક પાવર બેંક જેવી વસ્તુ ટેબલ પરથી ઉઠાવીને કહેલું કે આ હિડન કેમેરા છે, તમારો વિડીયો બની ગયો છે, હવે અમે કહીએ એમ કરવાનું'...આ કથની છે ભોપાલના ગે શખ્સની હનીટ્રેપમાં ફસાયેલા મંદિરના એક સેવક યુવાનની. એ પછી ભોપાલના ગે શખ્સ અને તેની ટોળકીએ આ સેવકને વિડીયો વાયરલ કરવાની ધમકી દઇ ૧.૩૫ કરોડ અને બાદમાં ૪ કરોડ માંગી મારકુટ કરી બળજબરીથી ૧૦ હજાર પડાવી લીધા હતાં. આ મામલે પોલીસે ગુનો નોંધી ત્રણને દબોચી રિમાન્ડ પર લેવા તજવીજ આદરી છે. સુત્રધાર હજુ હાથમાં આવ્યો નથી.

 આ બનાવમાં ગાંધીગ્રામ પોલીસે ભોગ બનેલા દુનિયાભરમાં જાણીતી ધાર્મિક સંસ્થામાં સેવક તરીકે જોડાયેલા અને રાજકોટના કાલાવડ રોડ પરના મંદિરમાં સેવા કરતાં તેમજ અલગ અલગ સંસ્થામાં પણ સેવા આપવા જતાં જામનગર પંથકના યુવાનની ફરિયાદ પરથી આઇપીસી ૧૨૦-બી, ૩૮૭, ૩૮૮, ૩૨૩, ૫૦૪, ૫૦૬ (૨), ૨૯૨ (ખ) મુજબ ગુનો નોંધી ભાવનગરના સિહોર તાબેના રાજપરા ખોડિયાર ગામના ચીમન ઉર્ફ મુન્નો પાલજીભાઇ ગોહેલ (ઉ.૫૨), ભાવનગરના વરતેજના આંબેડકર ચોક વણકરવાસમાં રહેતાં મનોજ ઉર્ફ અભય વિનોદભાઇ રાઠોડ તથા ગોંડલી આશાપુરા સોસાયટી-૯માં આશાપુરા રોડ પર રહેતાં ભોજરાજસિંહ ઉર્ફ ભોજુભા ગંભીરસિંહ ગોહિલ સામે ગુનો નોંધી ત્રણેયની ધરપકડ કરી છે. ચિમને ફરિયાદી સેવક યુવાન સાથે સમલૈંગિક સંબંધો બાંધી તેનો હિડન કેમેરાથી વિડીયો ઉતારી આ વિડીયો વાયરલ કરવાની ધમકી દઇ પહેલા રૂ. ૧.૩૫ કરોડની માંગણી કરી બાદમાં બીજા બે સાથે મળી સેવક સાથે મિટીંગો કરી ગાળો દઇ ધમકી આપી કુલ ૪ કરોડ માંગી ૧૦ હજાર કઢાવી લીધા હતાં.

સેવકે પોલીસ સમક્ષ આપવીતી વર્ણવતા જણાવ્યું હતું કે હું મુળ જામનગર પંથકનો છું અને રાજકોટ મંદિરમાં સેવક તરીકે સેવા આપતો હોઇ રસોડા વિભાગની જવાબદારી સોપાઇ હતી. પણ હાલમાં છેલ્લા ત્રણેક મહિનાથી સેવા છોડી ગૃહસ્થાશ્રમમાં આવી ગયો છું. આશરે એકાદ વર્ષ પહેલા ભોપાલનો એક શખ્સ મયંક સત્સંગી તરીકે સંસ્થામાં આવતો હતો અને અહિ જ બે ટાઇમ જમતો હતો. તે મંદિરની પાછળ જ કયાંક મકાન રાખીને રહેતો હતો. તે લગભગ રોજ મને મળતો અને મેસેજ પણ કરતો હતો. એક વખત ૧૫ ઓગષ્ટના રોજ બપોરના સમયે તે સંસ્થાના બિલ્ડીંગના મારા રૂમમાં આવી ગયો હતો અને પલંગ પર બાજુમાં બેસી મારા પગ દબાવવા માંડ્યો હતો. થોડીવાર પછી મારી સાથે શારીરિક અડપલા ચાલુ કર્યા હતાં અને કહેલું કે હું સમલૈંગીક-ગે છું, તેમજ આગળ કહેલું કે મારી સાથે અગાઉ પણ જુનાગઢના એક મિત્રને શારીરિક સંબંધો હતાં પણ તે છોડીને જતો રહ્યો છે. તેમ કહી મને ઉત્તેજીત કરવા લાગ્યો હતો અને મારી સાથે શારીરિક સંબંધ બાંધી લીધો હતો.

એ પછી તેણે રૂમના ટેબલ પરથી એક બેગ લીધી હતી અને એક પાવર બેંક જેવુ સાધન લીધુ હતું. બાદમાં મને કહેલું કે આ હીડન કેમેરો છે, તમારો વિડીયો બની ગયો છે. હવે હું તથા મારી સાથેના લોકો કહીએ એ રીતે તારે પૈસા આપવા પડશે કહી મારી નાંખવાની ધમકી આપી તે જતો રહ્યો હતો.  થોડા સમય પછી સંસ્થાના હરિભકત આગેવાનનો ફોન આવેલો અને કહેલું કે મયંક નામના છોકરાનો ફોન આવ્યો છે, જે પ્રમાણે વાત થઇ તે પ્રમાણે વિડીયો વાયરલ નહિ કરવાના ૧.૩૫ કરોડ માંગી વિદેશમાં નોકરીમાં સેટ કરી દેવાની માંગણી કરે છે.  આ પૈસાની તાત્કાલીક વ્યવસ્થા કરવાનું જણાવ્યું હતું. આ વાતનું મેં રેકોર્ડિંગ કરી લીધું હતું.

આ પછી મયંક અવાર-નવાર હરિભકત આગેવાનને અને બીજા સેવકોને પણ ધમકી આપી પૈસા નહિ આપો તો વિડીયો સોશિયલ મિડીયામાં અને પ્રેસ મિડીયામાં વાયરલ કરી દેવાની ધમકી આપવા માંડ્યો હતો.  બીજા સેવકોને પણ મારા કારણે ધમકી મળતી હોઇ મને પસ્તાવો થતાં મેં ૧૭ ઓગષ્ટના રોજ સ્વેચ્છીક સેવકપદ ત્યાગી દીધુ હતું અને ગામડે જતો રહ્યો હતો. પરંતુ એ પછી પણ મયંક દ્વારા સતત માનસિક ત્રાસ અપાતો હતો. જેથી મેં પખવાડીયા પછી પોલીસમાં અરજી કરતાં જે તે વખતે સમાધાન થઇ જતાં ફરિયાદ કરી નહોતી.

એ પછી ગયા મહિને મને એક મોબાઇલમાંથી ફોન આવ્યો હતો અને ફોન કરનારે- હું ગોંડલથી ભોજુભા બોલુ છું, મયંક સાથેનો વિડીયો છે એનું શું કરવાનુ છે, તેને તમારે પૈસા આપવાના છે તેનુ શું કર્યુ? હવે આટલા રૂપિયામાં પુરૂ નહિ થાય, હવે તમારે ફરજીયાત રૂબરૂ મળવું પડશે. તેમ કહી વારંવાર બેઠક કરવા ફોન કરતાં અને ભોજુભાએ સંસ્થાના બીજા સેવકોને પણ ફોન કરવાનું ચાલુ કરતાં અંતે ૨૪/૧૧ના રોજ રેસકોર્ષ આઇસ્ક્રીમ પાર્લરમાં મળવાનું નક્કી થતાં હું ત્યાં જતાં એક શખ્સે મને મળી પોતે ભોજુભા હોવાનું કહેલું અને પૈસા આપવાના છે કે નહિ, સમાધાન કરવાનું છે કે નહિ? તેમ કહી પૈસા નહિ મળે તો વિડીયો વાયરલ કરી દઇશું તેવું જણાવ્યું હતું. ત્યાં બીજા બે શખ્સો આવેલા તેના નામ અભય રાઠોડ અને મુન્નો ગોહેલ હોવાનું અને તે મયંકના ઓળખીતા તેમજ ભાવનગર તરફના હોવાનું જણાવાયું હતું. તેમજ બીજી વખત બેઠક થશે તેમ કહી બધા છુટા પડી ગયા હતાં.

ત્યારબાદ થોડા દિવસ પછી ફરીથી ભોજુભાએ ફોન કરી બેઠક કરવાની વાત કરી હતી અને આ વખતે અભય, ચિમન, મયંક અને તેના પરિવારજનો પણ સાથે આવશે તેવું કહ્યું હતું. ત્યારબાદ સિનર્જી હોસ્પિટલ નજીક એક સર્કલ પાસેના રેસ્ટોરન્ટમાં હું જતાં ભોજુભા સાથે અભય અને ચિમન પણ હતાં. આ ત્રણેયએ મારી સાથે વાત કરી મારી નાંખવાની ધમકી આપી હતી અને વિડીયો વાયરલ કરવાનું કહી ગાળો દઇ ધોલધપાટ પણ કરી લીધી હતી. તેમજ હવે આમાં પુરૂ કરવું હોય તો ચાર કરોડ આપવા પડશે નહિતર પતાવી દઇશું. તેવી ધમકી આપી હતી.

મેં તેને મારી પાસે આટલી રકમ નથી તેમ કહેતાં તેણે કહેલું કે સંસ્થા તો મોટી છે ને તેની પાસેથી પૈસા અપાવીને પુરૂ કરજે. આથી મેં હવે સંસ્થા છોડી દીધી છે તેમ જણાવતાં એક જણાએ ઉગ્ર થઇ કહેલું કે મયંકે અમને બધાને વિડીયો આપ્યા છે, પૈસા નહિ આપ તો ખરાબ પરિણામ આવશે. મિડીયા અને ઇન્ટરનેટમાં વિડીયો વાયરલ થઇ જશે તેવી પણ ધમકી આપી હતી. એ પછી ખર્ચ પેટે રકમ માંગતા મેં દસ હજાર આપી દીધા હતાં. આ ઉપરાંત મેં મયંક સાથે બળજબરીથી શારીરિક સંબંધ બાંધ્યા છે તેવી ખોટી ફરિયાદ દાખલ કરાવી ફસાવી દેવાની પણ ધમકી અપાઇ હતી. તેમજ મયંક તેની માને ફિનાઇલ પાઇ દેશે અને તારા કારણે આ થયું છે તેવો વિડીયો વાયરલ કરી દઇશું અને તને ફસાવી દઇશું તેવી ધમકી પણ આપી હતી. એ પછી મને આ ત્રણેય પોતાના ફોન નંબર આપી જતાં રહ્યા હતાં.

આમ મયંક તથા તેના મળતીયા ભોજરાજસિંહ ગોહિલ, અભય રાઠોડ અને ચિમન ઉર્ફ મુન્નાએ કાવત્રુ રચી મારો ખોટી રીતે વિડીયો બનાવી વાયરલ કરી દેવાની ધમકી આપી પહેલા ૧.૩૫ કરોડ અને બાદમાં ૪ કરોડ માંગી બળજબરીથી ૧૦ હજાર પડાવી લીધા હોઇ અંતે હિમત કરીને મારે પોલીસ પાસે આવવું પડ્યું છે.

ઉપરોકત કથનીને આધારે ગાંધીગ્રામ પોલીસે સેવકની ફરિયાદ નોધી હતી. ક્રાઇમ બ્રાંચે ત્રણ આરોપીઓને સકંજામાં લઇ ગાંધીગ્રામ પોલીસને સોંપતા ત્રણેયની ધરપકડ કરવામાં અવી છે. મુખ્ય સુત્રધાર મયંક ફરાર હોઇ તેની શોધખોળ કરવાની હોઇ તેમજ વધુ વિગતો ઓકાવવાની હોઇ ઝડપાયેલા ચીમન, મનોજ અને ભોજરાજહિંના પાંચ દિવસના રિમાન્ડ મેળવવા તજવીજ થઇ રહી છે. પીઆઇ કે. એ. વાળા તેમજ ટીમ વધુ તપાસ કરે છે. (૧૪.૭)

મયંકે જુનાગઢના બે શખ્સોને પણ ફસાવ્યાની ચર્ચાઃ મનોજને મયંક સાથે પારિવારીક સંબંધઃ આ કારણે તેના વતી ખંડણી માંગીઃ ગોંડલના ભોજુભા ૧૦ લાખનું દેણું ઉતારવા કાવત્રામાં જોડાયાનું ખુલ્યું

.પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યા મુજબ ગેની છાપ ધરાવતાં ભોપાલના મયંકે અગાઉ જુનાગઢના બે યુવાનને પણ ફસાવ્યા હતા અને તોડ કર્યો હતો.

ખડણી માંગવામાં સામેલ થયેલા ગોંડલના ભોજરાજસિંહ ઉર્ફ ભોજુભા માર્કેટ યાર્ડમાં વેપાર કરે છે. ધંધામાં દસેક લાખની ખોટ ગઇ અને પૈસાની જરૂર હતી ત્યારે પરીચીત મનોજ રાઠોડે ખંડણીની વાત કરતાં તે પણ આ કારસામાં સામેલ થયાનું બહાર આવ્યું છે. તો પોલીસ તપાસમાં એવી પણ વિગતો આવી છે કે વરતેજના મનોજ ઉર્ફ અભયને ગે શખ્સ મયંકના ઘર સાથે સારા એવા સંબંધ હોઇ તે અવાર નવાર મયંકના ઘરે ભોપાલ જતો હોઇ મયંકની માતા સાથે પણ તેની ઓળખાણ હતી. આ કારણે જ મનોજ મયંક વતી ખંડણી માંગવા આવ્યો હતો અને પોતાની સાથે ભાવનગર રાજપરાના ચીમન ઉર્ફ મુન્નાને જોડ્યો હતો.

(3:22 pm IST)