Gujarati News

Gujarati News

News of Wednesday, 8th December 2021

રામચરિત માનસ મંદિરે ફેબ્રુઆરીમાં ભાગવત

પૂ.હરીચરણદાસજી બાપુ ઉપસ્થિત રહેશેઃ પૂ.મીરાબેન ભટ્ટ કથાનું સંગીતમય રસપાન કરાવશેઃ પોથી નોંધણી ચાલુ

રાજકોટ,તા.૮: શહેરની ભાગોળે મોરબી રોડ પર રતનપર પાસે સુપ્રસિધ્ધ યાત્રાસ્થળ રામચરિતમાનસ મંદિરે પૂ.શ્રી રણછોડદાસજી બાપુ તથા પૂ.શ્રી હરિચરણદાસજી મહારાજના શુભાશિષથી આગામી સમયમા વસંતપંચમી તા.૫/૨/૨૦૨૨ થી તા.૧૧/૨/૨૦૨૨ સુધી ૧૦૮ શ્રીમદ્દ ભાગવત સપ્તાહનું આયોજન કરેલ છે. જેમાં વ્યાસાસને ભાગવત કથાકાર પૂ.શ્રી મીરાબેન ભટ્ટ બિરાજી આગવી શૈલીમાં કથાશ્રવણ કરાવશે.

ભાગવત કથામા રામજન્મ, કૃષ્ણ જન્મ, રૂકમિણિ વિવાહ, ગિરિરાજ ઉત્સવ, અન્નકૂટ મહોત્સવ વગેરે પ્રસંગે ધામધૂમથી ઉજવાશે કથાસ્થળે શ્રીનાથજીની ઝાંખી, લોકડાયરો વગેરે યોજાશે. કથા શ્રવણનો સમય સવારે ૯ થી ૧નો રહેશે. આ આયોજન પૂ.ગુરૂદેવ મહામંડલેશ્વરશ્રી હરિચરણદાસજી મહારાજની પાવન ઉપસ્થિતિમાં થશે.

રામચરિત માનસમંદિરના વિશાળ સંકુલમાં આયોજીત આ ૧૦૮ ભાગવત સપ્તાહમા કથાની પોથીજીના યજમાનો નોંધાય છે. આ કથામા  પૂજા, હવન, જાપ, ભજનસંધ્યા, આરતી વગેરેનું પણ આયોજન કરેલ છે. કથાશ્રવણ માટે આવેલ સર્વે શ્રોતાજનો માટે પ્રતિદિન ભોજન મહાપ્રસાદની વ્યવસ્થા કરેલ છે. વિવિધ સંતો, ધર્મગુરૂઓ આશિર્વચન આપશે. ભાગવત કથાના આયોજન માટે વિવિધ સમિતિઓની રચના  કરવામાં આવી છે. સિયારામ મંડળીના પ્રમુખ સુરેશભાઈ ચંદારાણાના માર્ગદર્શન હેઠળ સર્વે કારોબારી સભ્યોની ભાગવત સપ્તાહ સમિતિ કથાના આયોજન માટે જહેમત ઉઠાવી રહ્યા છે.

આ કથામાં પૂ.હરિચરણદાસજી મહારાજની રકતતુલાનું પણ સંતો, મહંતોની ઉપસ્થિતિમાં કરવામાં આવશે.

આ કલ્યાણકારી ભાગવત કથામા પોથીજીના યજમાન થવા ઈચ્છતા ભાવિકોને અજયભાઈ સંઘાણી મો.૯૬૦૧૨ ૭૫૭૭૩, કેતનભાઈ મસરાણી મો.૯૯૭૯૭ ૨૯૩૪૧ પર સંપર્ક કરવાનું જણાવાયું છે. સર્વે ધર્મપ્રેમી ભાવિકોને યજમાન થવા તથા કથાશ્રવણનો લાભ લેવા સિયારામ મંડળીએ જાહેર નિમંત્રણ પાઠવ્યું છે.

તસ્વીરમાં અજય સંઘાણી મો.૯૬૦૧૨ ૭૫૭૭૩, વિજયભાઈ કારીયા મો.૯૮૭૯૫ ૫૦૧૦૫, અશોકભાઈ હિંડોચા મો.૯૪૨૬૨ ૫૪૯૯૯ નજરે પડે છે.(તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(3:02 pm IST)