Gujarati News

Gujarati News

News of Wednesday, 8th December 2021

સદગુરૂ ઓશોના ૯૦માં જન્મદિવસ નિમિતે

શનિવારે ઓશો સત્યપ્રકાશ ધ્યાન મંદિરે એક દિવસીય નિઃશુલ્ક ઓશો ધ્યાન શિબિર-સન્યાસ ઉત્સવ-હૃદયાંજલી- પુષ્પાંજલી

શિબિર સંચાલકઃ સ્વામી સત્યપ્રકાશ, શિબિર આયોજક મુર્તિ સ્વામી (સ્વીઝરલેન્ડ) કાર્યક્રમ સંચાલીકાઃ પુર્વીદીદી-નિતિનભાઇ મિસ્ત્રીઃ સ્વામી પ્રેમ નટરાજ સાથેના સંસ્મરણો યૈસ ઓશો-પુના દ્વારા ૨૦૨૨ની નવપ્રકાશીત ડાયરી-કેલેન્ડરનું વિમોચન જમ્બો કૈક કટીંગ-ઓશો જન્મદિવસની દુર્લભ વિડીયો સી.ડી. પર સંધ્યા ધ્યાન ઓશો ઇનર સર્કલ દ્વારા આ શિબિર નિર્વાણ સ્વામી પ્રેમ નટરાજને અર્પણ શિબિરમાં સહભાગીતા માટે નામ નોંધણી આજથી શરૂ : નિર્વાણ સ્વામી પ્રેમ નટરાજ (ભાવેશભાઇ પટેલ) તથા માં યોગ મંજુલા (નાઇરોબી) ને હૃદયાંજલી -પુષ્પાંજલી

રાજકોટઃ શહેરમાં ૨૪ કલાક ઓશો કાર્યથી ધમધમતુ વિશ્વનું એકમાત્ર ઓશો સત્યપ્રકાશ ધ્યાન મંદિર પર  દ્વારા નિયમીત છેલ્લા ૩૬ વર્ષોથી અવાર નવાર કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. જેનું સંચાલન સ્વામી સત્યપ્રકાશ કરી રહયા છે.

આગામી તા.૧૧ ડિસે.ને શનિવારના રોજ સંબુધ્ધ રહસ્યદર્શી સદગુરૂ ઓશોનો ૯૦મો જન્મદિવસ છે જે નિમિતે એક દિવસીય ઓશો ધ્યાન શિબિરનું નિઃશુલ્ક આયોજન કરવામાં આવ્યું છે. જેની રૂપરેખા નીચે પ્રમાણે છે.

સવારેે ૬ થી ૭ સક્રિય ધ્યાન (આ ધ્યાન છેલ્લા ૩૬ વર્ષોથી નિયમીત એકપણ દિવસ ચુકાયા વગર કરવામાં આાવે છે.) સવારે ૭:૧૫ થી ૮ દરમિયાન બ્રેકફાસ્ટ સવારે ૮:૩૦ થી બપોરે ૩થી રાત્રીના વિવિધ ધ્યાન પ્રયોગો બપોરે ૧ થી ૩ મહાપ્રસાદ (હરીહર) તથા વિશ્રામ બપોરે ૩ થી રાત્રીના ૮:૩૦ દરમિયાન ઓશોના વિવિધ ધ્યાન પ્રયોગો નિર્વાણ સ્વામી પ્રેમ નટરાજ તથા માં યોગ મંજુલા સાથેના સંસ્મરણો તેમના પરિવાર તથા મિત્ર વર્તુળ દ્વારા ૨૦૨૨ની ઓશોની નવ પ્રકાશીત ડાયરી અને કેલેન્ડરનું વિમોચન જન્મદિવસ હૈ મુબારક ઓશો કિર્તન સાથે જમ્બો કૈક કટીંગ ઓશો જન્મદિવસની દુર્લભ વિડીયો પર સંધ્યા ધ્યાન સન્યાસ ઉત્સવ, નિર્વાણ સ્વામી પ્રેમ નટરાજ તથા માં યોગ મંજુલાને હૃદયાંજલી સાથે પુષ્પાંજલી રાત્રે ૮:૩૦ વાગ્યે શિબિર સમાપન બાદ મહાપ્રસાદ (હરીહર)

ઉપરોકત ઓશો જન્મદિવસની એક દિવસીય ઓશો ધ્યાન શિબિરમાં સહભાગી થવા ઓશો સન્યાસી તથા પ્રેમીઓને ઓશો ઇનર સર્ર્કલે અનુરોધ કરેલ છે.

શિબિર સ્થળઃ ઓશો સત્યપ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ ઓવરબ્રીજ પાસે, ૪ વૈદ વાડી, ડીમાર્ટની પાછળ રાજકોટ.

વિશેષ માહિતી તથા નામ નોંધણી માટે એસએમએસ કરવા માટે સ્વામી સત્યપ્રકાશ ૯૪૨૭૨ ૫૪૨૭૬,  સંજીવ રાઠોડ મો.૯૮૨૪૮ ૮૬૦૭૦

(3:03 pm IST)