Gujarati News

Gujarati News

News of Wednesday, 8th December 2021

કોઇપણ પાકમાં ગાયનું દુધ અને ગોળનો છંટકાવ અકસીર : ભરતભાઇ પરસાણા

રાજકોટ : એરંડી, લીંબોળી, ખોળ, હિંગ, હળદર, દુધ, ગોળ વગેરેના પ્રયોગો પોતાના ખેતરમાં કરી જાત અનુભવે સફળ થયા બાદ ફાયદાકારક પ્રયોગો અન્ય ખેડુતોને સુચવતા રહેતા ભરતભાઇ પરસાણાનું નરેન્દભાઇ મોદી મુખ્યમંત્રી હતા ત્યારે જુનાગઢમાં ગૌસંવર્ધન અને કૃષિ ઋષિ તરીકે શાલ ઓઢાડી સન્માન કરાયુ હતુ. ભરતભાઇએ હાલ ગાયનું દુધ અને ગોળના છંટકાવનો સુચવેલ નવો પ્રયોગ દેશ વિદેશમાં વાઇયરલ થયો છે. તેઓએ જણાવ્યા મુજબ ગાયનું દુધ ૨૫૦ મીલી અને ૧૦૦ ગ્રામ ગોળ કોઇપણ પાકમાં ફલાવરીંગ વખતે ૧૦ દિવસના ગાળે બે વાર છંટકાવ કરવાથી ખુબ ફાયદો રહે છે. દુધમાં પાકને જરૂરી અનેકવિધ તતવો રહેલા છે. જે પાન પરથી સીધા ખોરાક સ્વરૂપે છોડ ગ્રહણ કરે છે. ગોળમાં શુક્રોઝ મળે છે. દુધમાં લેકટોઝ મળે છે. આમ દુધ-ગોળનો સ્પ્રે કરવાથી છોડને જરૂરી કાર્બોહાઇડ્રેટસ પ્રોટીન જેવા પોષક તત્વ પાન દ્વારા પ્રાપ્ત થાય છે. પરિણામે જીવત સામે ઝઝુમી રહેલા છોડને બુસ્ટર ડોઝ મળે છે એ શકિતનો સંચાર થાય છે. પાંદડામાં મીલીડયુ જેવા ફુગ જન્ય રોગ ઉપર દુધ અને ગોળનો સ્પ્રે ખુબ અસરકાર રહે છે. ભરતભાઇના જણાવ્યા મુજબ ગીર સોમનાથના નારીયેલ ઉગાડતા ખેડુતે ઝાડમાં સફેદ માંખીના ઉપદ્રવની ફરીયાદ કરી હતી. તેમને આ પ્રયોગ સુચવવામાં આવતા અને અમલ કરાતા ઘણો ફાયદો થયો છે. તેઓએ ૧ હજાર લીટરની ટાંકીમાં ૧૫ લીટર ગાયનું દુધ અને ૧૦ કિલો ગોળ મેળવી દર મહિને આપવાનો પ્રયોગ ૮ વિઘા જમીન પર કર્યો હતો. જયાં પહેલા ૨ હજાર નારીયેલ ઉતરતા હતા ત્યાં આ પ્રયોગ બાદ ૯ હજાર નંગ નારીયેલ ઉતરે છે. આમ દુધ અને ગોળનો પ્રયોગ ખુબ અસરકારક હોવાનું ભરતભાઇ પરસાણાએ જણાવેલ છે.

(3:06 pm IST)