Gujarati News

Gujarati News

News of Wednesday, 8th December 2021

વીજ કંપનીઓના ખાનગીકરણનો વિરોધ રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં કર્મચારીઓ અને ઇજનેરોના ઉગ્ર દેખાવો તથા સુત્રોચ્ચાર

રાજકોટ તા. ૮ :.. વીજ ક્ષેત્રના ખાનગીકરણના વિરોધમાં આજે બપોરે ર વાગ્યે પીજીવીસીએલ દ્વારા બપોરે ર વાગ્યે દરેક સર્કલ-ડીવીઝન અને પાવર સ્ટેશન ખાતે વીજ કર્મચારીઓ - ઇજનેરો દ્વારા ઉગ્ર દેખાવો-સુત્રોચ્ચાર કરાશે.

જીબીઆઇના શ્રી બી. એમ. શાહ તથા એજી વિકાસના શ્રી બળદેવ પટેલે જણાવ્યું હતું કે વીજ કંપનીઓનું ખાનગી કરણનું જે ઇલેકટ્રીસીટી એમેન્ડમેન્ટ બીલ -ર૦ર૧ પસાર થવાનું છે, તેના કારણે દેશમાં ગમે ત્યાં વીજ વિતરણની નવી કંપની ખોલી શકાશે. તેમજ વીજ વિતરણ ક્ષેત્રના મરામત, જાળવણી, નેટવર્કનું કામ ખાનગી કંપનીના હાથમાં જશે, રાજયની મંજૂરી વીના વીજ ખરીદીના કરાર થઇ શકશે, આ તમામ બાબતે લોકજાગૃતિ કેળવવાના બાબતે આજે બપોરે ર વાગ્યે ગુજરાત ઉર્જા સંયુકત સંકલન સમિતિના ઉપક્રમે ઉગ્ર સુત્રોચ્ચાર-દેખાવો યોજયા હતાં.

(3:10 pm IST)