Gujarati News

Gujarati News

News of Wednesday, 8th December 2021

ડીજીટલ યુગમાં પણ મ.ન.પા.ની લાઇબ્રેરી હાઉસફુલઃ ગત મહિને ૨૮ હજાર લોકોએ લાભ લીધો

છેલ્લા એક મહીનામાં ૨૨૯ના સભ્યો જોડાયા : ડિસેમ્બરમાં નવા ૧૧૦૦ પુસ્તકો લીધા

રાજકોટ,તા. ૮ : આજના ડિજીટલ યુગમાં પણ પુસ્તક વાંચન પ્રત્યેનો રસ જોવા મળી રહ્યો છે. કેમ કે, મહાનગરપાલિકાની લાયબ્રેરીમાં એક મહિનામાં ૨૮ હજારથી વધુ લોકોએ લાભ લીધો હતો અને ૨૨૯ નવા સભ્યો જોડાયા છે.

 આ અંગે મ.ન.પા.ની સતાવાર યાદીમાં જણાવ્યા મુજબ મહાનગરપાલિકા સંચાલિત શ્રી દત્ત્।ોપંત ઠેંગડી પુસ્તકાલય, શ્રી બાબુભાઈ વૈધ લાયબ્રેરી, ડો આબેડકર લાઈબ્રેરી, બહેનો અને બાળકો માટેના ફરતા મોબાઈલ પુસ્તકાલયો યુનિટ ૧-૨, નાનામવા મહિલા એકટીવિટી સેન્ટર તથા મહિલા વાંચનાલય ખાતે સભ્યોની ડિમાન્ડ અને માગણીને ધ્યાનમાં રાખીને ચાલુ માસે નવા ૧૧૦૦ પુસ્તકો ઇસ્યુમાં મુકવામાં આવેલ જેવા કે સાહિત્ય, નવલકથા, વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનો માટે સ્પર્ધાત્મક પરીક્ષાની બુકો, બાળકો માટે નવી સ્ટોરી બુક ઈસ્યુમાં મુકવામાં આવેલ છે.

ઇસ્યુમાં મુકવામાં આવેલ પુસ્તકોમાં ખાસ કરીને વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનો માટે સ્પાર્ધાત્મક પરીક્ષાને અનુલક્ષી કોન્સ્ટેબલ, પી.એસ.આઈ, બિનસચિવાલય જેવી પરીક્ષાનાં પુસ્તકો ઈસ્યુમાં મુકવામાં આવેલ છે. બાળકો માટે નવી સ્ટોરી બુક રમકડા, પઝલ, ગેમ્સ વગેરે મૂકેલ છે, આ સુવિધાનો બધા મેમ્બરો વધુમાં વધુ લાભ લઈ તેનો ઉપયોગ કરે તેવો અનુરોધ કરવામાં આવે છે.

નવેમ્બર માસ દરમ્યાન રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત લાઈબ્રેરીઓમાં કુલ ૨૮૪૨૧ લોકોએ મુલાકાત લઈ લાભ લીધેલ છે તેમજ ૨૨૯ નવા સભ્યો બનેલા છે. શહેરીજનો વધુમાં વધુ ઉપયોગ કરે તેવા પ્રયત્ન રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત લાઈબ્રેરીઓ તરફથી કરવામાં આવે છે. 

(3:54 pm IST)