Gujarati News

Gujarati News

News of Wednesday, 8th December 2021

રાજકોટ ડેરી કર્મચારી કેન્ટીનના સંચાલકો દ્વારા ચેરમન ગોરધનભાઇ ધામેલિયાનું સન્માન

રાજકોટ સહકારી ડેરી કર્મચારી કો.ઓ.કેન્ટીન દ્વારા ડેરીના ચેરમેન ગોરધનભાઇ ધામેલિયાનું સન્માન કરાયેલ તે પ્રસંગની તસ્વીર(૬.૨૦)

રાજકોટ તા. ૮ : સહકારી ડેરી કર્મચારી ડેરી કર્મચારી કો.ઓપ.કેન્ટીન લી.દ્વારા રાજકોટ જિલ્લા સહકારી દુધ ઉત્પાદક સંઘ લી.ના ચેરમેન ગોરધનભાઇ ધામેલીયાનુ શાલ તેમજ સ્મૃતચિન્હ આપીને રાજકોટ ડેરી કેન્ટીના પ્રમુખ જગદીશભાઇ વેકરીયા ઉપપ્રમુખ મહમદહુસેન ખેબર, રમેશભાઇ પીપળીયા તેમજ કારોબારી સમિતીના સભ્યના હસ્તે સન્માન કરી શુભેચ્છાઓ પાઠવી હતી.

આ પ્રસંગે રાજકોટ ડરીના ચેરમેન ગોરધનભાઇ ધામેલિયાએ દરેક સભાસદને કેન્ટીન મારફતે ધિરાણ અને મેડિકલેઇમની સુવિધા મળી રહે તે અંગે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

રાજકોટ ડેરી કેન્ટીન દ્વારા ગોપાલ ડેરી તેમજ અમુલની વિવિધ પ્રોડકટસનુ વેચાણ કરી વાર્ષિક રૂપિયા ર કરોડનું ટર્ન ઓવર કરે છે. તેમજ કર્મચારીના સભાસદોને જરૂરી ધિરાણ પુરૂ પાડવામાં આવેલ છે તેમ મંત્રી લક્ષ્મણભાઇ ગોંડલીયાએ આપી હતી.

(3:55 pm IST)