Gujarati News

Gujarati News

News of Wednesday, 8th December 2021

લાલપરી નદીની ખાણમાં યુવાન પડયો હોવાની જાણ થતા પોલીસ અને ફાયરબ્રિગેડ દોડી ગઇ

રાજકોટ તા. ૮: બેડી ચોકડી પાસે લાલપરી નદી પાસે ખાણમાં એક યુવાન પડયો હોવાની જાણ થતા પોલીસ અને ફાયર બ્રિગેડ સ્ટાફે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે.મળતી વિગત મુજબ બેડી ચોકડી પાસે લાલપરી નદીના પુલ ઉપર એક બીનવારસુ બાઇક પડેલું જોઇને કોઇ રાહદારીએ ફાયર બ્રિગેડ અને પોલીસ કંટ્રોલમાં જાણ કરતા ફાયર બ્રિગેડ સ્ટાફે સ્થળ પર પહોંચી યુવાનની શોધખોળ હાથ ધરી છે અને પોલીસ કંટ્રોલમાં જાણ કરતા બી ડીવીઝન પોલીસ મથકની પીસીઆરના હાર્દિકભાઇ સહિત સ્થળ પર દોડી ગયા છે. ફાયર બ્રિગેડ સ્ટાફે યુવાનની શોધખોળ હાથ ધરી છે. 

(4:13 pm IST)