Gujarati News

Gujarati News

News of Wednesday, 8th December 2021

શિવાજી પાર્ક - પ્રગતિ સોસાયટી - રૂચી બંગલો વિસ્તારમાં ડામર રી-કાર્પેટ કામનો પ્રારંભ

શહેર ભાજપ મહિલા મોરચાના પ્રભારી અંજલીબેન રૂપાણીના હસ્તે ખાતમુહૂર્ત

રાજકોટ : શહેર ભાજપ મહિલા મોરચાના પ્રભારી અંજલીબેન રૂપાણીના હસ્તે વોર્ડ નં.૨માં આવેલ શિવાજી પાર્ક વિસ્તાર, પ્રગતિ સોસાયટી તથા રૂચી બંગલો વિસ્તારમાં ડામર રી-કાર્પેટ કામનું ખાતમુહુર્ત કરાયુ. કામગીરીથી વિસ્તારવાસીઓને વધુ સારા રસ્તાની સુવિધા મળી રહેશે. આ પ્રસંગે વોર્ડ નં.૨ના કોર્પોરેટર તથા ડે.મેયર ડો.દર્શિતાબેન શાહ, વોર્ડ નં.૨ના કોર્પોરેટર તથા સ્થાયી સમિતિના સભ્ય મનીષભાઈ રાડીયા તથા જયમીનભાઇ ઠાકર તથા વોર્ડ નં.૨ના કોર્પોરેટર મીનાબા જાડેજા વોર્ડ નં.૨ના પ્રભારી મનુભાઈ વઘાસીયા, વોર્ડ નં.૨ના પ્રમુખ રાજેન્દ્રસિંહ ગોહિલ, વોર્ડ નં.૨ના મહામંત્રી દશરથભાઈ વાળા તથા ભાવેશભાઈ ટોયટા, શિક્ષણ સમિતિ ચેરમેન અતુલભાઈ પંડિત તથા વોર્ડ અગ્રણી રાજેન્દ્રસિંહ રાણા, કિરીટભાઈ પાઠક, કાળુમામા, ગુલાબસિંહ જાડેજા, ધર્મેન્દ્રભાઈ મિરાણી, અનિલભાઈ મકવાણા, કેયુરભાઈ અનડકટ, અજયસિંહ જાડેજા, ભરતભાઈ કાઠી, ભાગવતભાઈ શર્મા, ઉદયભાઈ સૌમયા, જયરાજસિંહ જાડેજા, અનિલભાઈ દેવાણી,  પ્રિતેશભાઈ પોપટ, જે.ટી.ઉપાધ્યાય, જસ્મીનભાઈ ગઢીયા, રાજુભાઈ પારેખ, જયભાઈ માણેક, પંકજભાઈ જોશી, જયંતિભાઈ બુંદેલીયા, જસુમતીબેન વસાણી, દિપાબેન કાચા, પલ્લવીબેન ચૌહાણ, માધવીબેન ઉપાધ્યાય, સુધાબેન સીમેજીયા, રશમીબેન પારેખ, નુસરતબેન, સીમબેન અગ્રવાલ, દેવયાનીબેન રાવલ, ઈલાબેન ઠકકર, સરોજબેન પંડયા, કુસુમબેન પરસાણા, જયશ્રીબેન ગલાણી, કુંદનબેન કાકડીયા, સુષ્માબેન વિગેરે ઉપસ્થિત રહેલ.

(4:06 pm IST)