Gujarati News

Gujarati News

News of Thursday, 8th December 2022

રાજકોટ શહેર-જીલ્લાની ૮ બેઠકની કાલે કણકોટ ખાતે મતગણતરી

૧૪-૧૪ ટેબલ ઉપર કુલ ૯૯ રાઉન્‍ડ થશેઃ સ્‍ટાફને સવારે ૭ વાગ્‍યે એન્‍ટ્રીઃ કાલે સવારે ૬ વાગ્‍યે ૧ર૦૦ના સ્‍ટાફનું રેન્‍ડેમાઇઝેશન : કુલ ૧૩ લાખ ૯૪ હજારથી વધુ મતો ગણાશેઃ ૭પ૦૦ બેલેટ પેપર અલગઃ સવારે ૮ વાગ્‍યાથી પ્રારંભઃ બપોરે ર વાગ્‍યે ફેંસલો... : જબરી ઉતેજનાઃ ભાજપ-કોંગી-આપ ત્રણેય પક્ષના જીતના દાવા બૂકીઓમાં તમામ ૮ બેઠકો ભાજપ માટે હોટ ફેવરીટ : મતગણતરી કેન્‍દ્ર પર કોઇપણ વ્‍યકિત-સ્‍ટાફ-ચૂંટણી એજન્‍ટ મોબાઇલ નહી લઇ જઇ રાહે કલેકટરની મહત્‍વની જાહેરાત...

રાજકોટ તા. ૭ :.. રાજકોટ શહેર - જીલ્લાની ૮ વિધાનસભા બેઠકની કણકોટ એન્‍જીનીયરીંગ કોલેજ ખાતે સવારે ૮ વાગ્‍યાથી મતગણતરીનો પ્રારંભ થશે, અને બપોરે ર વાગ્‍યે તમામ બેઠકોનો ફેંસલો આવી જશે, મતગણતરી સંદર્ભે ભારતે ઉતેજના છે, કણકોટ મતગણતરી કેન્‍દ્ર ખાતે ચકલૂય ન ફરકે તેવો જડબેસલાક પોલીસ બંદોબસ્‍ત ગોઠવી દેવાયો છે, પેરામીલટરી ફોર્સ મૂકાઇ છે, ર૦૦ મીટરની અંદર ૪ વ્‍યકિત એકઠી થવા ઉપર જાહેરનામું છે.

મગણત્રીમાં ઇવીએમમાં પડેલા કુલ ૧૩ લાખ ૯૪ હજારથી વધુ મતો ગણાશે, અને એ પહેલા ૭પ૦૦થી વધુ બેલેટ પેપરો તથા દિવ્‍યાંગ અને વૃધ્‍ધ મતદારોએ જે ઘરે મતદાન કર્યુ છે, તેવા ૮પ૦થી વધુ મતો ગણાશે.

ગણત્રી રૂમમાં દરેકમાં ૧૪-૧૪ ટેબલ જાળીવાળી બેરીકેટથી સુરક્ષિત કરાયા છે, દરેક રૂમમાં બૂથવાઇઝ ઇવીએમ લવાશે, કાઉન્‍ટીંગ ઓફીસર પક્ષના  ચૂંટણી એજન્‍ટોને દરેક સીલ, પડેલા બૂથો પહેલા દેખાડશે, બધુ ટેલી થયા બાદ સીધુ રીઝલ્‍ટની સ્‍વીચ દબાવશે, અને કયા ઉમેદવારને કેટલા મત મળ્‍યા તે જાહેર કરશે, આમ પેલો રાઉન્‍ડ પુરો થશે, અને કયાં ઉમેદવાર કેટલા મતથી આગળ તે જાહેર કરાશે, આ પછી ગણાયેલા ઇવીએમ પરત સીલીંગ રૂમમાં લઇ જવાશે, અને બીજા ૧૪ ઇવીએમ મતો ગણવા લવાશે.

કુલ ૧૩ લાખ ૯૪ હજારથ વધુ મતો પડયા હોય, અને ૧૪-૧૪ ટેબલ ઉપર મતો ગણાવાના હોય, તમામ આઠેય બેઠકના થઇને કુલ ૯૯ રાઉન્‍ડ થશે, કાઉન્‍ટીંગ સ્‍ટાફને સવારે ૭ વાગ્‍યે એન્‍ટ્રી અપાશે, કાલે સવારે ૬ વાગ્‍યે તમામ આર. ઓ. દ્વારા ૧ર૦૦ ના સ્‍ટાફનું રેન્‍ડેમાઇઝેશન થશે, અને કયાં સ્‍ટાફને કયાં રૂમમાં કાઉન્‍ટીંગ માટે જવાનું છે, તે ફાઇનલ થશે, સવારે ૮ માં પ મીનીટ પહેલા ઉમેદવારો તેમના એજન્‍ટો-કલેકટર-ઓર્બ્‍ઝવરની હાજરીમાં ઇવીએમ જયાં સીલ કરાયા છે તે સ્‍ટ્રોંગ રૂમના સીલ તોડી ઇવીએમ બહાર લવાશે.

કાલે મતગણત્રી હોય ભારે ઉતેજના છવાઇ છે, ભાજપ-કોંગી-આપ ત્રણેય પક્ષ જીતના દાવા કરી રહ્યું છે, આથી વીપરીત બૂકીઓ તમામ ૮ બેઠકો ભાજપ માટે હોટ ફેવરીટ માની રહ્યા છે.

કલેકટરે મહત્‍વની જાહેરાત કરતા જણાવેલ કે મતગણતરી કેન્‍દ્ર ઉપર કોઇપણ વ્‍યકિત-સ્‍ટાફ-ચૂંટણી  એજન્‍ટ-ઉમેદવાર મોબાઇલ નહી લઇ જઇ શકે, પત્રકારોને મોબાઇલ માટે છૂટ છે, પરંતુ મીડીયાના પ્રતિનિધીઓને કણકોટ મતગણતરી કેન્‍દ્રની અંદર બીજા રસ્‍તે લઇ જવાશે, આ માટે માહિતી ખાતાના અધિકારી શ્રી નીરાલા અને સ્‍ટાફ વ્‍યવસ્‍થા કરી રહ્યા છે.

કલેકટરશ્રી અરૂણ મહેશ બાબૂએ આજે સવારે ‘અકિલા' ને જણાવેલ કે આજે બપોરે તમામ ૮ ઓર્બ્‍ઝવરની હાજરીમાં ૧ર૦૦ થી વધુ કાઉન્‍ટીંગ સ્‍ટાફનું  બીજુ રેન્‍ડેમાઇઝેશન યોજાયું હતું. જેમાં દરેક સ્‍ટાફને વિધાનસભા  બેઠક ફાળવી દેવાઇ છે. 

કલેકટરે જણાવેલ કે કાલે સવારે પ વાગ્‍યે ૭ હજારથી વધુ પોસ્‍ટલ બેલેટ કે જે ટ્રેઝરી કચેરીમાં સીલ છે, તે સીઆરપીએફના ચૂસ્‍ત બંદોસ્‍ત વચ્‍ચે કણકોટ મતગણતરી કેન્‍દ્ર ખાતે લઇ જવાશે આ માટે તૈયારીઓ કરી લેવાઇ છે.

(11:48 am IST)