Gujarati News

Gujarati News

News of Thursday, 8th December 2022

૪ દિવસ પછી સંજીવનીના કંઠના કામણ રાજકોટીયન્‍સને તરબતર કરી દેશેઃ તાલ-તરંગના સથવારે શ્રેષ્‍ઠ કાર્યક્રમો

સંજીવની ભેલાંદે કહે છે જયારે સંગીતનો ઈતિહાસ લખવામાં આવે ત્‍યારે તમારૂં નામ પ્‍લેબેક સીંગર તરીકે હોવું જોઈએઃ શ્રેષ્‍ઠ પ્રોગ્રામો માણવા તાલતરંગ કલબમાં આજે જ મેમ્‍બર બની જાવ

રાજકોટઃ શાષાીય રીતે પ્રશિક્ષિત સંજીવની ભેલાંદે તેના આધ્‍યાત્‍મિક સંગીત અને શાષાીય રાગ આધરીત ગીતો તેમજ ‘ચોરી ચોરી નઝરે મિલી', અને ‘યારા રબ રસ જાનેદે' જેવા હિટ ગીતો માટે જાણીતી છે. તેણીના સુમધુર અવાજ અને સુમધુર ગીતો માટે સુપ્રસિધ્‍ધ આ ગાયિકાએ એક ઉડિયા આલ્‍બમ ‘નંદીઘોષા' રિલીઝ કર્યું હતું અને તેણે એક ઉડિયા ફિલ્‍મમાં પણ ગાયું છે. વિધુ વિનોદ ચોપરાની ‘કરીબ' સાથે બોલિવૂડમાં તેની કારકિર્દીની શરૂઆત કરનાર પ્‍લેબેક સિંગર સંજીવનીએ ત્‍યારબાદ ‘ઓ યારા રબ રૂસ' સિવાય ‘ચોરી ચોરી જબ નઝરે મિલી' અને ચુરાલો ના દિલ મેરા સનમ જેવી ફિલ્‍મમાંથી  કેટલાક સોલો હિટ ગીતો રજૂ કર્યા છે. તેણીએ અદભૂત ગાયન શૈલીનો ઉપયોગ કરીને તેના સહેજ ટેક્ષ્ચર અવાજ સાથે ગીતોમાં પોતાનો સ્‍પર્શ ઉમેર્યો છે. વર્ષ ૨૦૨૧ માં સી.એલ.ઇ.એફ. મ્‍યુઝિક એવોર્ડ્‍સ અંતર્ગત સંજીવની ભેલાંદેએ શ્રેષ્ઠ સંગીતકારનો એવોર્ડ પણ જીત્‍યો હતો. ભેલાંદેએ એક ઇન્‍ટરવ્‍યુંમાં કહેલું કે, જયારે સંગીતનો ઈતિહાસ લખવામાં આવે ત્‍યારે તમારૂં નામ પ્‍લેબેક સિંગર તરીકે હોય અને તમારા મૂળ ગીતો માટે જાણીતા થવાનો અર્થ ઘણો મોટો હોય છે. કેટલાક સારા ગીતોનો ભાગ બનવા માટે હું ભાગ્‍યશાળી છું. તેમાંય નિકમ્‍મા મારી સૌથી મોટી હિટ ફિલ્‍મ હતી.

આજે પ્રખ્‍યાત ગાયિકા સંજીવની એ ૧૦૦ થી વધુ આધ્‍યાત્‍મિક ગીતો કંપોઝ કર્યા છે. તેની ઘણી ગાયેલી અને કમ્‍પોઝ કરેલી આરતીઓને યુટ્‍યુબ પર એક મિલિયનથી વધુ વ્‍યુઝ મળેલા છે. તે કહે છે, ઈન્‍ટરનેટ એક આશીર્વાદ છે કારણ કે મારી પાસે ‘સ્‍પોટીફાય' સહિત ડીજીટલ પ્‍લેટફોર્મ ઉપર એક વિશાળ ઓનલાઈન ફોલોઈંગ છે જયાં મારી પાસે ૬૦ હજાર થી વધુ શ્રોતાઓ જોડાયેલા છે. મેં આજે પણ શાષાીય સંગીતની તાલીમ ચાલુ રાખી છે અને તેને છોડી નથી. હું પહેલા કરતા વધુ કલાસિકલ પરફોર્મ કરવા માંગુ છું. વર્ષોથી, એક કલાકાર તરીકે મારી વૃદ્ધિ અસાધારણ રહી છે.

સંજીવની કહે છે કે, સારેગામાની પહેલી સીઝન હતી તેથી પહોંચ એટલી નહતી. તે માત્ર ૧૩ એપિસોડ હતા. જયારે હું ગાતી ત્‍યારે કોલેજની સ્‍પર્ધા જેવું લાગતું હતું. ખય્‍યામ સાહેબ જેવા સુપ્રસિદ્ધ સંગીતકારોને મળીને ખૂબ જ સારૂં લાગ્‍યું જેમણે મને પુરસ્‍કાર આપ્‍યો. જયારે મેં સા રે ગા મા માં ભાગ લીધો ત્‍યારે હું સ્‍ટેજ પર ઘણું ગાતી હતી. આજથી વિપરીત, જયારે વિજેતાઓને લોકપ્રિય સંગીતકાર સાથે ગીત મળે છે, ત્‍યારે તે સમયના નિર્માતા વીધુ ચોપરાએ મને શોમાં સાંભળી અને મને કરીબમાં ગાવાની ઓફર કરી હતી. મેં કયારેય કોઈને કામ માટે પૂછ્‍યું નથી કારણ કે હું મારા કલાસિકલ અને રેટ્રો શો કરીને ખુશ હતી. ખાસ કરીને મારો મદન મોહન શો વોટ્‍સએપ પર વાયરલ થયો હતો કારણ કે મેં ગીતની સૌંદર્યલક્ષી પ્રશંસા વિશે વાત કરી હતી જે લોકોએ સાંભળવાનું ખુબ પસંદ કર્યું હતું.

બોલિવૂડમાં પ્‍લેબેક સીંગીંગ આપનાર સંજીવની પાસે ટેલેન્‍ટની કોઈ કમી નથી. રાજકોટવાસીઓ તૈયાર છો ને? આ અને આવા અવિસ્‍મરણીય કાર્યક્રમોની વણજારમાં કપલ અને ગ્રુપ સાથે સભ્‍ય બનવા ભારતીબેન નાયકનો (મો. ૯૮૯૨૬ ૨૫૭૬૮) તુરતજ સંપર્ક કરી શકો છો. રવિવાર ૧૧ ડિસેમ્‍બરે રાજકોટના હેમુગઢવી હોલમાં રાત્રે યાદગાર ફિલ્‍મી ગીતોની રમઝટ બોલાવવા સંજીવની આવી રહી છે.(૩૦.૫)

તમામ પ્રકારના મ્‍યુઝિકલ શો- ઈવેન્‍ટસમાં ઓલ બોલીવુડ ઈવેન્‍ટના ભારતી નાયકનું અદ્દભુત પ્રભુત્‍વઃ કોઈપણ પ્રસંગોએ ઈવેન્‍ટ્‍સ આયોજન માટે જરૂરથી સંપર્ક કરો

બર્થ ડે પાર્ટીઝ, ગુજરાતી ગીતોની રમઝટ, દાંડિયા રાસ, ટ્રેડીશનલ વેડીંગ સોંગ્‍સ, લગ્ન - સગાઇ સહિતના પ્રસંગોએ સંગીત સંધ્‍યા, ઇન્‍ડીયન કલાસીકલ સોંગ્‍સ, ગઝલ, એવોર્ડ ફંકશનો, ફંડ રેઇઝીંગ શોઝ, તમામ પ્રકારના મ્‍યુઝીકલ શો (સંપર્ક : ભારતી નાયક : ૬૩૫૨૮ ૪૧૪૫૧ / ૯૮૯૨૬ ૨૫૭૬૮ / ૭૪૩૫૦ ૪૪૭૨૧)

(4:15 pm IST)