Gujarati News

Gujarati News

News of Thursday, 8th December 2022

૧૮ વર્ષના લગ્ન જીવન પછી કોઈ સંતાન ન હોવાથી માસૂમ બાળકનું અપહરણ કર્યાની સંતોષની કબૂલાત

સુરતમા ચાર વર્ષના બાળકના અપહરણમાં આરોપી દ્વારા ધડાકોઃ ક્રાઈમ બ્રાન્ચ એડી.સીપી શરદ સિંઘલ, એસીપી ભાવેશ રીજીયા પણ સક્રિય બનેલ. સચિન જીઆઇડીસી પીઆઇ જીતુ ચોધરી, સર્વેલન્સ્ સ્ટાફના ઇશાકભાઈ અજયભાઈ વિગેરેની મહેનત ફળી

રાજકોટ, તા.૭:   કોઈ રાજકીય વગ ધરાવતા કે કરોડપતિના સંતાન માટે કે કોઈ મહાનુભાવોના ફોન પરની ભલામણ આધારે નહિ પરંતુ ન્યાય માટે કોઈ ભેદભાવ ન હોય શકે તેવી દ્રઢ માન્યતા તથા જાહેરમાં પોતાના અને પોતાના પોલીસ સ્ટાફ વિશે લોકો શું માને છે તેવું સાચું જાણવાની હિંમત રાખનાર સુરત પોલીસ કમિશનર અજયકુમાર તોમર દ્વારા ઝૂંપડપટ્ટીમાં રહેતા એક ગરીબ પરિવારના બાળક માટે પોલીસનો અને ટેકનિકલ જ્ઞાન ધરાવતા તજજ્ઞો સાથે ક્રાઇમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસ તુરંત કામે લગાડી દેતા જેનું અપહરણ થયેલ તેવા બાળકને શોધી કાઢવામાં પોલીસને ભારે સફળતા મળી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર સુરત શહેરના સચીન જીઆઈડસી પોલીસ સ્ટેશન પાસે આવેલી ઝુપડપટ્ટીમાં ગત સોમવારે  બપોરે  પોણા એક વાગ્યાના સુમારે એક યુવક મોટર સાયકલ પર આવીને ઘર પાસે રમતો તોફાન સુનિલભાઈ સોરજ ચાર વર્ષના બાળકને અપહરણ કરી લઈ ગયો હતો. આ સંદર્ભે બાળકની માતા પોતાનો પુત્ર દેખાતા નહીં આજુબાજુ વિસ્તારોમાં તપાસ કરી હતી અને નજીકમાં સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશન સમગ્ર ઘટનાની વાત કરતા પીઆઈ જીતુ ચૌધરી સમગ્ર ઘટનાની જાણ પોલીસ કમિશ્નર અજયકુમાર તોમર કરી હતી. તેમને તાત્કાલિક મદદ માટે ક્રાઈમ બ્રાન્ચની ટીમને મોકલી આપી હતી અને સમગ્ર વિસ્તારમાં સચિન જીઆઈડીસી અને ક્રાઈમ બ્રાન્ચની ટીમે સીસીટીવી કેમેરાના આધારે તપાસ આદરી હતી. આ સંદર્ભે અપહરણની ફરિયાદ તેની માતાએ સચિન જીઆઈડીસીમાં નોંધાવી હતી. આજે સવારે સચિન જીઆઈડીસી પોલીસ મથકમાં એક યુવકની પૂછપરછ માટે મોટર સાયકલ લઈને એક યુવક આવ્યો હતો. આ મોટરસાયકલ બાળકના અપહરણમાં હોય એવી સચિનના સર્વોલન્સ ટીમના ઈશાકભાઈ અજયભાઈને જોતા પહેલા યુવકને પૂછપરછ કરી હતી. સચિનના પાલી ગામમાં પાસે શાહી ભુપત સોસાયટીમાં રહેતો સંતોષ કેવટ હોવાનું જણાવ્યું હતું. આધારે સચિન જીઆઈડીસી અને ક્રાઈમ બ્રાન્ચની ટીમે અલગ અલગ જગ્યા પર સંતોષ શોધવાનું કરી હતી. સંતોષ તંલગપુર ગામ પાસે રીક્ષામાં બેસવા જતા ઝડપી પાડયો હતો અને ભારે જહેમત   બાદ બાળકનો અફરણકર્તા ચાંગુલમાંથી પોલીસ સફળતા મળી હતી. પોલીસે આરોપીને પૂછપરછ માટે સચિન જીઆઈડીસી પોલીસ મથક ગયા હતા. ત્યાં સંતોષ કેવતની પૂછપરછમાં તેને નિઃ સંતાન હોવાના કારણે બાળકનું અપહરણ કર્યું હોવાનું જણાવ્યું હતું. તેના લગ્ન ૧૮ વર્ષ પહેલા થયા હતા. પરંતુ તેને કોઈ સંતાન ન હતું તેવું પોલીસની સમક્ષ કબૂલ્યું હતું.(

(4:09 pm IST)