Gujarati News

Gujarati News

News of Thursday, 8th December 2022

ગુરૂકુલના અમૃત મહોત્‍સવ માટે ૪૪ પાનાની રંગબેરંગી કંકોત્રી

સંતોના દર્શનીય ફોટા અને શ્રેષ્‍ઠીઓ, મહેમાનો, યજમાનોના નામઃ કાર્યક્રમની વિગતવાર માહિતી સાથે નકશો : ગુરૂકુલની પ્રવૃતિની ઝલક

રાજકોટ, તા., ૭: શાષાીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્‍વામી સંસ્‍થાપિત  શ્રી સ્‍વામિનારાયણ ગુરૂકુલ રાજકોટ સંસ્‍થાનના ૭પ વર્ષ પુર્ણ થતા રાજકોટની મવડી ચોકડીથી અઢી કિલોમીટર દુર આવેલ મવડી-કણકોટ રોડ ઉપર નિર્માણ પામેલ સહજાનંદનગરમાં તા.૧૧ થી ર૬ સાંસ્‍કૃતિક પ્રદર્શન અને તા. રર થી ર૬ ડીસેમ્‍બર ભવ્‍ય અમૃત મહોત્‍સવ યોજાનાર છે. જેના માટે હરિભકતોને હૈયાના હરખથી આમંત્રણ આપવામાં આવી રહયા છે. કવર ઉપરાંત ૪૪ પાનાની મલ્‍ટીકલર કંકોત્રી બનાવવામાં આવી છે.

કંકોત્રીના પ્રથમ પાના પર ઘડીયાલના ટાવર સાથેનો અમૃત મહોત્‍સવનો સિમ્‍બોલ છે. બીજા પાના પર ઘનશ્‍યામ મહારાજ, આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજ અને મહંત સ્‍વામી શ્રી દેવકૃષ્‍ણદાસજી સ્‍વામીનો ફોટો છે. ત્‍યાર પછીના પાના પર શાષાીજી મહારાજના ફોટા સાથે તેમને વંદના કરવામાં આવી છે. અન્‍ય પાનાઓમાં સંતો, શ્રેષ્‍ઠીઓ, મહેમાનો વગેરેની માહિતી આપવામાં આવી છે. ગુરૂકુલના અમૃત મહોત્‍સવના દરેક દિવસના કાર્યક્રમનો વિગતવાર ઉલ્લેખ છે.  ૭પ વર્ષની સંસ્‍થાની પ્રવૃતિઓની ઝલક આપવામાં આવી છે. છેલ્લા પાના પર પ્રદર્શનનો નકશો અને પ્રદર્શનના આકર્ષણની માહિતી આપવામાં આવી છે. સમગ્ર મહોત્‍સવ ૪૫૦ વિઘા જમીનમાં ઉજવાશે. સ્‍થળ પર  ૩ મહિનાથી વધુ સમયથી કારીગરો, હરિભકતો અને સંતો રાત-દિવસ તૈયારી કરી રહયા છે. વધુ માહિતી માટે મો. નં. ૭ર૧૭ર ર૪૧ર૪ ઉપર સંપર્ક સાધી શકાય છે.

(4:31 pm IST)