Gujarati News

Gujarati News

News of Thursday, 8th December 2022

કરૂણા ફાઉન્‍ડેશન જીવદયા વર્ષ ઉજવશે : સેવાનો ધોધ વછૂટશે

પત્રકાર પરિષદમાં ઘોષણા : ૧૦ એમ્‍બ્‍યુલન્‍સ, સૌરાષ્‍ટ્રમાં પ૦ સેન્‍ટરોમાં પ૦ એનિમલ હેલ્‍પલાઇન, કોરોનામાં ત્રણ મહિનામાં રૂા. દોઢ કરોડની સેવા : પશુ-પક્ષીઓ માટે હરતુ ફરતુ અન્નક્ષેત્રઃ દાતાઓ માટે વિવિધ સ્‍કીમ

પત્રકાર પરિષદની તસ્‍વીરમાં ઘનશ્‍યામભાઇ ઠક્કર, રમેશભાઇ ઠક્કર, ગૌરાંગભાઇ ઠક્કર, પ્રતિક સંધાણી, મિતલ ખેતાણી, ધીરેન્‍દ્ર કાનાબાર, પારસ મહેતા, અરૂણ નિર્મળ વગેરે નજરે પડે છે. (તસ્‍વીર : સંદિપ બગથરીયા) (૯.૧૪)

રાજકોટ,તા. ૭ : સેવાક્ષેત્રની અગ્રણી સંસ્‍થા કરૂણા ફાઉન્‍ડેશન દ્વારા ર૦ર૩નું વર્ષ જીવદયા વર્ષ તરીકે ઉજવવામાં આવશે. આ અંગે યોજાયેલી પત્રકાર પરિષદમાં રમેશભાઇ ઠક્કર, ઘનશ્‍યામભાઇ ઠક્કર સહિતના અગ્રણીઓએ સંસ્‍થા અંગે માહિતી આપી હતી.

રાજકોટમાં છેલ્લા ૧૮ વર્ષથી એનીમલ હેલ્‍પલાઇન કાર્યરત છે. રસ્‍તે રઝળતા, નીરાધાર, બિમાર પશુઓ, રેલવે ટ્રેકમાં ઘવાયેલી ગાયો, રોડ અકસ્‍માતમાં ઘવાયેલા નાનામોટા પશુ-પંખીઓને વિનામુલ્‍યે ઓપરેશન સહિતની સારવાર આપવામાં આવી છે. છેલ્લા ૧૮ વર્ષથી કરૂણા ફાઉન્‍ડેશન દ્વારા મુંગા, બિનવારસી પશુ-પક્ષીઓની વિનામૂલ્‍યે સારવાર કરતું ઁમોબાઇલ પશુ ચિકિત્‍સાલય,એનિમલ હેલ્‍પલાઇન અને વેટરનરી હોસ્‍પિટલ સ્‍વરૂપે સેવારત કરાયું છે. અત્‍યાર સુધીમાં ૮,૦૦,૦૦૦ જેટલા બિનવારસી પશુ-પક્ષીઓની સ્‍થળ ઉપર જ, વિનામૂલ્‍યે, નિષ્‍ણાંત ડોકટરોની ટીમ દ્વારા, ૧૦ (દસ) એમ્‍બ્‍યુલન્‍સ તેમજ બે બાઇક એમ્‍બયુલન્‍સ થકી ઓપરેશન સહિતની સારવાર થઈ છે, થતી રહે છે. દર માસે લગભગ ૯૦૦૦ જેટલા બિનવારસી પશુ-પક્ષીઓની નિષ્‍ણાંત પશુચિકીત્‍સકોની ટીમ દ્વારા, સ્‍થળ પર જ, વિના મૂલ્‍યે તેઓ સાજા થાય ત્‍યાં સુધીની સઘન-સારવાર કરવામાં આવે છે. બીમાર અને અશકત, અકસ્‍માતથી ઘવાયેલ પશુ-પક્ષીઓને ગૌશાળા/પાંજરાપોળ/ સંસ્‍થાની જ નિઃશૂલ્‍ક વેટરનરી હોસ્‍પિટલમાં દાખલ કરવા માટેની વ્‍યવસ્‍થા કરવામાં આવે છે. કુતરીઓનાં ૫૯૦ જેટલા ઓપરેશન, ૬૧૦ થી વધારે ગૌ માતાના હોર્ન કેન્‍સરના (શીંગડાનું કેન્‍સર) ઓપરેશન કરવામાં આવ્‍યા છે. આસ-પાસના ગ્રામ્‍ય વિસ્‍તારો તેમજ ગૌશાળામાં ૨૬૦ જેટલા પશુ રોગ નિદાનラસારવાર કેમ્‍પ કરવામાં આવ્‍યા છે. ઉપરાંત, ભારતનો સર્વ પ્રથમ એવો પશુ-પક્ષીઓના અંધત્‍વ નિવારણ'' માટેનો કેમ્‍પનું પણ આયોજન કરવામાં આવ્‍યું હતુ, સતત કરવામાં આવે છે. ગૌશાળાઓમાં વળક્ષારોપણ અભિયાન, અવેડા તેમજ ચબુતરા બનાવવા- ટ્રેવીસ તેમજ અન્‍ય સાધન સામગ્રી ફીટ કરાવવી સહીતની પ્રવળત્તિઓ સતત થતી રહે છે. સૌરાષ્‍ટ્રનાં સૌપ્રથમ એવા શ્વાન તથા બિલાડીઓ માટેનાં દંત ચિકિત્‍સા કેમ્‍પ, ચર્મ ચિકિત્‍સા કેમ્‍પ, નેત્ર ચિકિત્‍સા કેમ્‍પનું આયોજન કરવામાં આવ્‍યું હતું. કતલખાને જતા ગૌવંશ, ગૌમાતા, મરઘા,પક્ષીઓ વિ. ને બચાવવામાં ટ્રસ્‍ટ આવી પ્રવળતિઓ કરતી સંસ્‍થાઓને મદદરૂપ થાય છે.

 સમગ્ર ભારતમાં, ૧૮ વર્ષમાં અંદાજે ૨૦,૦૦,૦૦૦ ચકલીનાં માળા, પક્ષીના પાણી પીવાનાં કુંડાનુ નિઃશુલ્‍ક વિતરણ કરાયું છે. ગૌમાતાની પાણી પીવાની કુંડી સંસ્‍થા દ્રારા નિઃશુલ્‍ક આપવામાં આવે છે. સંસ્‍થા દ્વારા નિઃશુલ્‍ક વેટરનરી હોસ્‍પિટલ પણ ચલાવવામાં આવે છે. જુની શ્રીજી ગૌશાળા(ગોંડલ રોડ, તુલીપ પાર્ટી પ્‍લોટ પાછળ, વાવડી, રાજકોટ) ખાતે તેમજ શેણી મેમોરિયલ ટ્રસ્‍ટ, ન્‍યુ શ્રેયસ સ્‍કૂલ સામે, શેઠનગરની બાજુમાં, પ્રિન્‍સેસ સ્‍કૂલનાં ગ્રાઉન્‍ડની પાછળ, નાગેશ્વર તીર્થ સામે, માધાપર ચોકડી પછી, એફ.સી.આઈ. ગોડાઉન રોડ, જામનગર રોડ, રાજકોટ ખાતે સંસ્‍થાની નિઃશુલ્‍ક વેટરનરી હોસ્‍પિટલ અને શેલ્‍ટર (પાંજરાપોળ) માં અંદાજે ૧૨૦૦ જેટલા બીમાર, અશકત,ઘવાયેલા પશુ-પક્ષીઓને આશ્રય, સારવાર સતત, મળે છે. આ હોસ્‍પિટલમાં ઓપીડી રૂમ, ઓપરેશન થીયેટર, સ્‍ટાફ કવાટસ બડ હાઉસ, ગૌશાળા, ચબુતરો, અવેડો સહિતની અનેક સુવીધાઓ ઉપલબ્‍ધ છે. આ હોસ્‍પિટલમાં ઓપરેશન સહિતની તમામ સુવીધાઓ નિઃશુલ્‍ક આપવામાં આવે છે. સમગ્ર સૌરાષ્‍ટ્રની ગૌશાળા-પાંજરાપોળોને આ નિઃશુલ્‍ક સુવિધાનો લાભ મળે છે.

કોરાનાના ૩ મહિનાના લોકડાઉનનાં સમયગાળા દરમ્‍યાન દોઢ કરોડ રૂપીયાનાં માતબર ખર્ચે અને ૯ કંટ્રોલ રૂમો દ્વારા રાજકોટ અને આસપાસના ૪૦ કિ.મી. નાં વિસ્‍તારમાં અબોલ જીવોને ખોરાક, પાણી, સારવાર પહોંચાડવામાં સંસ્‍થા નિમીત બની હતી. દુષ્‍કાળ સમયે ૭ જેટલા કેમ્‍પોનાં માધ્‍યમથી ૬,૫૦૦ જેટલી ગૌમાતા,ગૌવંશનાં નીભાવમાં સંસ્‍થાનાં અગ્રણીઓ નીમીત બન્‍યા હતા. સંસ્‍થા દ્વારા વિશ્વનું સૌપ્રથમ એવું પશી-પક્ષીઓ માટેનું રોજીંદુ હરતુ-ફરતુ અન્નક્ષેત્ર ચલાવવામાં આવે છે. જેમાં શહેરમાં વિવિધ સ્‍થળોએ, વિવિધ ચબૂતરાઓમાં પક્ષીઓને ઋતુ અનુસાર ૨૦૦ કિ.ગ્રા. ચણ દરરોજ આપવામાં આવે છે. ૨૫ જેટલા વિસ્‍તારોમાં રોજ ૨૯૦ લીટર દુધ અને ૭૦ કિલો લોટની રોટલીનું ભોજન, ૭૩૦ થી વધુ શ્વાનોને પીરસવામાં આવે છે. દરરોજ ૨૫ કિલો મકાઈનાં ડોડા ખીસકોલીઓને ખવડાવવામાં આવે છે. નાના જીવને પણ ખોરાક મળી રહે તે માટે દરરોજ કિડીઓને ૫ કિ.ગ્રા. કીડીયારૂ પુરવામાં આવે છે. કાગડા-કાબરને અનુકુળ ફરસાણ પીરસાય છે. લોટની ૩૦ કિ.ગ્રા. ગોળી બનાવી દરરોજ માછલીને આપવામાં આવે છે. વેરાવળ, જામનગર, જુનાગઢ, સુરેન્‍દ્રનગર, મહુવા,ચોટીલા, મોરબી, બોટાદ, દિવ, ભાવનગર, દ્વારકા, થાન સહીતના શહેરોમાં એનીમલ હેલ્‍પલાઈનનો શુભારંભ કરાવવામાં સંસ્‍થા નિમીત બની છે. સમગ્ર ગુજરાત તેમજ સમગ્ર ભારતમાં, વિશ્વમાં હેલ્‍પલાઇન ચાલુ થાય તેવો સંસ્‍થાનું ધ્‍યેય છે. આ પ્રકારની અનુદાન અંગે વિવિધ તીથી યોજના પણ કાર્યરત છે. સંસ્‍થાને કોઈ કાયમી ભંડોળ નથી કે કોઈ નીયમીત આવકનું સાધન નથી, સંસ્‍થા પ્રવર્તમાન મોંઘવારીની સ્‍થિતીનાં હિસાબે,ગૌ સેવા જીવદયા પ્રવળતીઓનો નિર્વાહ કરવો ખુબ મુશ્‍કેલ બન્‍યો છે. અત્‍યારે પણ સંસ્‍થા ૩૧ લાખ રૂપિયાનાં દેણામાં છે. કરૂણા ફાઉન્‍ડેશન ટ્રસ્‍ટ, એનીમલ હેલ્‍પલાઈનનાં મિતલ ખેતાણી (મોઃ ૯૮૨૪૨ ૨૧૯૯૯), પ્રતિક સંઘાણી (મો.૯૯૯૮૦ ૩૦૩૯૩) પર ફોન કરવાથી આપને ત્‍યાંથી અનુદાન સ્‍વીકારવાની વ્‍યવસ્‍થા કરાશે. સંસ્‍થાનાં પ્રમુખ તરીકે મિતલ ખેતાણી, ટ્રસ્‍ટીઓ ધીરૂભાઇ કાનાબાર, ઘનશ્‍યામભાઇ ઠકકર, સેક્રેટરી પ્રતિક સંઘાણી, રમેશભાઈ ઠકકર, એડવોકેટ કમલેશભાઈ શાહ, રજનીભાઈ પટેલ, વિષ્‍ણુભાઇ ભરાડ, ગૌરાંગભાઈ ઠક્કર, પારસભાઈ મહેતા સેવા આપે છે. રાષ્‍ટ્રીય અને આંતરરાષ્‍ટ્રીય સ્‍તરે સંસ્‍થાને અનેક એવોર્ડસ મેળવવાનું સદભાગ્‍ય પ્રાપ્ત થયું છે. સમગ્ર ભારતમાં પશુ સારવાર ક્ષેત્રે ટોચનું સ્‍થાન ધરાવતી અને જીવદયા ક્ષેત્રે ભારત સરકાર દ્વારા સર્વશ્રેષ્ઠ સંસ્‍થાનો એવોર્ડ મેળવનાર સંસ્‍થા કરૂણા ફાઉન્‍ડેશન ટ્રસ્‍ટラએનીમલ હેલ્‍પલાઈન. વાર્ષીક ચાર કરોડનાં માતબર ખર્ચે સેવારત આ સંસ્‍થાને સહકાર આપવા અપીલ કરાઇ છે. લગ્નતિથિ, જન્‍મદિવસ, પુણ્‍યતિથી જેવા સારા તહેવારોમાં તિથી યોજના થકી અનુદાન થઈ શકે છે. સંસ્‍થાની વેબસાઇટ ( www.animalhelpline.in) ની તથા facebook.com/animalhelpline  karuna foundation મુલાકાત લેવા વિનંતી કરાઇ છે. વેબસાઈટ પર ઓનલાઈન ડોનેશન સ્‍વીકારવાની પણ વ્‍યવસ્‍થા કરાઈ છે. સંસ્‍થા દ્વારા નાની સાઇઝની આકર્ષક દાન પેટી તૈયાર કરાઇ છે જે આપના ધંધાના સ્‍થળે/ઘરે મુકી યથાશક્‍તિ અનુદાન આ પેટીમાં નંખાવી શકાય છે. અનુદાન પેટી મેળવવા તેમજ દર મહિને ફીકસ, સ્‍વૈચ્‍છીક અનુદાન આપવાની યોજનામાં ભાગ લેવા મિતલ ખેતાણી (મોઃ ૯૮૨૪૨ ૨૧૯૯૯), પ્રતિક સંધાણી (મો. ૯૯૯૮૦  ૩૦૩૯૩)નો સંપર્ક કરવો. સંસ્‍થાને મળતું દાન આવક વેરા મુકિત પ્રમાણપત્ર ૮૦-જી કલમ હેઠળ ધરાવે છે. સંસ્‍થા વિદેશથી મળતું દાન સ્‍વીકારવાનું લાયસન્‍સ FCRA હેઠળ ધરાવે છે. સંસ્‍થાની બેંક ડીટેઇલ્‍સ બેંક ઓફ બરોડા (રાજકોટ મેઇન, રાજકોટ) A/c No.૦૩૬૦૦૧૦૦૦૨૬૭૦૫ તથા RTGS/NEFT IFSC CODE BARB0 RAJKOT ચેક/ડ્રાફટ ઁશ્રી કરૂણા ફાઉન્‍ડેશન ટ્રસ્‍ટઁ ના નામનો બનાવવો.સંસ્‍થા દ્વારા ૨૦૨૩ નાં વર્ષને ‘જીવદયા વર્ષ' તરીકે ઉજવવામાં આવશે. જેમાં રાષ્‍ટ્રીય, આંતરરાષ્‍ટ્રીય જીવદયા ગૌસેવા ગતિવિધિઓ, શાકાહારનો પ્રચાર પ્રસાર,  જીવદયા કેમ્‍પનું આયોજન કરાશે. ઉપરાંતમાં ૧૮ વર્ષની જીવદયા યાત્રાની સ્‍મરણિકા પ્રકાશિત કરવામાં આવશે. તેમ અગ્રણીઓએ જણાવ્‍યું હતું.

(4:15 pm IST)