Gujarati News

Gujarati News

News of Thursday, 8th December 2022

કણકોટ મત ગણતરી સ્‍થળે આપના ઉમેદવારની પોલીસ સાથે રકઝક

મનાઇ હોવા છતાં કાર અંદર લઇ જવા મામલે ચડભડ

રાજકોટ તા. ૮: વિધાનસભાની ચૂંટણીનું આજે રાજકોટની બેઠકોની મત ગણતરી કણકોટ એન્‍જિનીયરીંગ કોલેજ ખાતે રાખવામાં આવી હોઇ વહેલી સવારથી જ ઉમેદવારો અહિ પહોંચ્‍યા હતાં. જે પૈકી રાજકોટ-૭૦ બેઠકના આપના ઉમેદવાર શિવલાલ બારસીયાને મત ગણતરી સ્‍થળ ખાતે પોલીસ સાથે ચડભડ થઇ ગઇ હતી. અંદર કાર લઇ જવાની મનાઇ હોવા છતાં ઉમેદવારને કાર અંદર લઇ જવી હોઇ પોલીસે નિયમ મુજબ તેને બહાર જ કાર પાર્ક કરવાનું સમજાવતાં તેણે ભાજપના ઉમેદવારો આવશે તો જવા દેશો...તેમ કહી દેકારો મચાવ્‍યો હતો. જો કે પોલીસે તેને સારી ભાષામાં સમજાવી મામલો થાળે પાડયો હતો. ચડભડ થતાં બીજા ઉમેદવારો, કાર્યકરો અને પોલીસ સ્‍ટાફના અધિકારી, કર્મચારીઓ ભેગા થઇ ગયા હતાં.

(11:32 am IST)