Gujarati News

Gujarati News

News of Thursday, 8th December 2022

રાજકોટ ૭૧માં કોંગીની કરૃણ હાલત : ભાનુબેનને ૧,૦૪,૫૬૩ મત

ભાજપના ભાનુબેનનો ૫૦,૭૮૯ મતોથી ભવ્ય વિજય : આ બેઠક પર આમ આદમી પાર્ટીના વશરામ સાગઠીયા બીજા ક્રમાંકે ૭૧,૨૦૧ મત મેળવ્યા : કોંગ્રેસના સુરેશ બથવારની ૨૯,૧૭૫ મત

રાજકોટ તા. ૮ : રાજકોટ ગ્રામ્યની બેઠક ઉપર બરાબરનો જંગ જામ્યો હતો. ભાજપના બે વખતના ધારાસભ્ય ભાનુબેન બાબરીયાને ફરી ટીકીટ આપી હતી તો કોંગ્રેસે પણ ઇલેકટ્રીક એન્જીનિયર અને જુના આગેવાન સુરેશભાઇ બથવારને મેદાનમાં ઉતાર્યા હતા. આમ આદમી પાર્ટીએ રાજકીય આંટાપાટામાં હોશિયાર વશરામભાઇ સાગઠીયા ઉપર બેઠક જીતવાનો વિશ્વાસ મુકયો હતો. ત્યારે ૩,૭૬,૦૦૦ મતદારો ધરાવતી આ બેઠક ઉપર ૬૧ ટકા જેટલું મતદાન થયું હતું.

રાજકોટમાં ચાર પૈકી બે બેઠક ઉપર મહિલાઓને ટીકીટ આપવાના વ્યૂહના કારણે પણ ભાનુબેનને તક મળી ગઇ હતી. તેઓ હાલ વોર્ડ નં. ૧ના કોર્પોરેટર પણ છે. આ બેઠક પર આજે આવેલા પરિણામમાં તેઓનો ૫૦,૭૮૯ મતોથી ભવ્ય વિજય થયો હતો. જ્યારે ભાજપના મુખ્ય હરીફ એવા કોંગ્રેસ પક્ષના સુરેશ બથવારને માત્ર ૨૯,૧૭૫ મત મળતા તેઓ આપના વશરામભાઇ સાગઠીયા કરતા પણ પાછળ રહ્યા હતા. વશરામભાઇ સાગઠીયાને ૭૧,૨૦૧ મત મળ્યા છે. આમ આ બેઠક પર બીજા ક્રમે આમ આદમી પાર્ટી રહી છે.

તેઓએ ૩૧.૨૫ ટકા મત મેળવ્યા છે. જ્યારે ભાજપે ૫૨.૫૪ ટકા તથા કોંગ્રેસ ૧૨.૮૧ ટકા મત મેળવ્યા છે.

રાજકોટ -૭૧માં ઉમેદવારોને મળેલ મતો

ભાનુબેન મનોહરભાઈ બાબરીયા   ૧,૧૯,૬૯૫

બથવાર સુરેશકુમાર કરશનભાઈ   ૨૯,૧૭૫

રાહુલ ચાવડા                     ૧,૬૨૬

મકવાણા રણજીતભાઈ ગિરધરભાઈ    ૪૫૩

વશરામભાઈ સાગઠીયા            ૭૧,૨૦૧

દેંગડા સંજય પ્રવિણભાઈ           ૩૭૮

બાબુભાઈ વિરાભાઈ પરમાર       ૨૫૧

બાબુભાઈ ભલાભાઈ બાબરીયા     ૫૧૪

ભરતભાઈ માવજીભાઈ ચાવડા     ૩૯૭

રાઠોડ સુખદેવભાઈ મોહનભાઈ     ૩૭૧

સોલંકી રામજીભાઈ ખીમાભાઈ     ૭૦૯

નોટા                              ૩૦૩૮

(3:56 pm IST)