Gujarati News

Gujarati News

News of Thursday, 8th December 2022

ભાજપની છાવણીમાં જીતનો જશ્‍ન, ઉમેદવારોને ખંભે ઉચકીને અભિવાદન

આજે વહેલી સવારથી વિધાનસભાની ચુંટણીના પરિણામો જાહેર થતા જ ભાજપ છાવણીમાં ઉમંગ છવાઇ ગયો હતો. ચારેય બેઠક પરના ઉમેદવારો ઉદયભાઇ કાનગડ, રમેશભાઇ ટીલાળા, ડો. દર્શીતાબેન શાહ અને ભાનુબેન બાબરીયાનો ઝળહળતો વિજય થતા કાર્યકરો આગેવાનોએ પરસ્‍પર શુભેચ્‍છાઓ પાઠવી ખુશાલી વ્‍યકત કરી હતી. ઉપરોકત ઉપરની તસ્‍વીરોમાં રમેશભાઇ ટીલાળા અને ઉદયભાઇ કાનગડને તેમના ટેકેદારો ખભ્‍ભે ઉંચકીને વીકટરીની મુદ્રા બતાવતા નજરે પડે છે. જયારે નીચેની તસ્‍વીરમાં વિજેતા ઉમેદવારોને શુભેચ્‍છા પાઠવતા મેયર ડો. પ્રદીપ ડવ, ઘનશ્‍યામભાઇ હેરભા, રાજુભાઇ બોરીચા વગેરે નજરે પડે છે. બાજુની તસ્‍વીરમાં જસદણ બેઠકના ઉમેદવાર કુંવરજીભાઇ બાવળીયા જીત બદલ અભિવાદન જીલતા નજરે પડે છે. નીચેની તસ્‍વીરમાં કાર્યકરોનો ઉત્‍સાહ જોવા મળે છે. (તસ્‍વીર : સંદીપ બગથરીયા) 

(4:20 pm IST)