Gujarati News

Gujarati News

News of Thursday, 8th December 2022

ભાજપની જીતની ખુશીમાં વકીલોની આતશબાજી

લીગલ સેલના વકીલો દ્વારા ફટાકડા ફોડી પૈંડા વહેંચી મીઠા મોઢા કરાવ્‍યાઃ ભાજપ તરફી વકીલોમાં ખુશી

રાજકોટ, તા. ૮ : આજરોજ ગુજરાત રાજય વિધાનસભાની પ્રતિષ્‍ઠા ભરી ચૂંટણી જંગમાં ભારતીય જનતા પાર્ટીની ૧પર થી વધુ સીટો ઉપર વિજય થતા તેમજ રાજકોટની અને જિલ્લાની તમામ સીટ ઉપર ભારતીય જનતા પાર્ટીનો કેસરિયો લહેરાતા રાજકોટ શહેરના ભારતીય જનતા પાર્ટીના સમર્થક વકીલો બાર કાઉન્‍સીલ ઓફ ગુજરાતના પૂર્વ ચેરમેન, દિલિપ પટેલ, એકટીવ પેનલના પ્રમુખના ઉમેદવાર બકુલ રાજાણી, પ્રમુખ પદના ઉમેદવાર એન. આર. જાડેજા, સિધ્‍ધરાજસિંહ જાડેજા, દિલીપ મહેતા, વિજય રૈયની, નિમિષ પટેલ, વિવેક ધનેશ, વિજય રૈયાની, પ્રેશ પાદરીયા, જીજ્ઞેશ દેસાઇ, વિશાળ જોશી, હેમાંગ જાની, રાજેશ મહેતા રૂદ્ર ભટ્ટ, ભાવેશ બંભાવા, ભરત હિરાણી, દિવ્‍યેશ મહેતા સહિતના મોટી સંખ્‍યામાં ભાજપનાં સમર્થકોએ આખી કોર્ટમાં વકીલોના મોઢા મીઠા કરાવેલ હતા.

(4:42 pm IST)