Gujarati News

Gujarati News

News of Thursday, 8th December 2022

રાજકોટ ૬૯માં જીતના તમામ વિક્રમ તૂટયા

પશ્ચિમ બેઠક ઉપર ભાજપના ડો. દર્શિતાબેન શાહનો ૧.૦૫ લાખ મતોથી ભવ્ય વિજય : આ બેઠક પર ભાજપે પ્રથમ મહિલા ઉમેદવારને ટીકીટ ફાળવી હતી

રાજકોટ તા. ૮ : શહેરની ચાર અને જિલ્લા ૪ સહિત ૮ બેઠક પર ગત ચૂંટણીની તુલનાએ સુસ્તી જોવા મળી હતી. સૌરાષ્ટ્ર પર સૌથી વધુ નજર જેના પર હતી તે મોદીના સૌ પ્રથમ વિસ્તાર અને વજુભાઇ વાળા ગઢ અને વિજયભાઇ રૃપાણી બે વખત ચૂંટાયા તે રાજકોટ પશ્ચિમ બેઠક પર ૨૦૧૭ના ૬૭ ટકા મતદાન સામે આ વખતે માત્ર ૫૭.૦૩ ટકા મતદાન થયું હતું. રાજકોટ પશ્ચિમ બેઠકમાં ભાજપના દિગ્ગજ નેતાઓને પહેલેથી જ રસ રહ્યો છે. આ બેઠક પર પ્રથમવાર ધારાસભાની ચૂંટણી લડતા ડે.મેયર ડો. દર્શિતાબેન શાહ, કોંગ્રેસના આંતરિક વિરોધ વચ્ચે જેમને ટીકીટ મળી તે મનસુખ કાલરીયા વચ્ચે મુખ્ય જંગ હતો. આમ આદમી પાર્ટીએ આ વિસ્તારના સૌથી વધુ મતદારો ધરાવતા બ્રાહ્મણ ચહેરાને એટલે કે દિનેશ જોશીને મેદાનમાં ઉતર્યા હતા. આ બેઠકમાં કુલ ૩,૫૪,૩૧૨ પૈકી ૨,૦૨,૧૯૧ મતદારોએ મતદાન કરતા ૫૭.૦૭ ટકા મતદાન થયું હતું. આજે મતગણતરી જાહેર થતાં જ રાજકોટ ૬૯ બેઠકમાં ભાજપના ડો. દર્શિતાબેન શાહે કોંગ્રેસના મનસુખભાઇ કાલરીયાને ૧,૦૫,૯૭૫ મતોથી અધધ મતોથી હરાવ્યા છે. ડો. દર્શિતાબેન શાહને ૧,૩૮,૬૮૭, આપના દિનેશ જોશીને ૨૬,૩૧૯  અને કોંગ્રેસના કાલરીયાને ૩૨,૭૧૨ મત મળ્યા છે.

(4:43 pm IST)