Gujarati News

Gujarati News

News of Thursday, 8th December 2022

ઉત્તર રેલવેમાં બ્લોકને કારણે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી કેટલીક ટ્રેનોને અસર

કેટલીક ટ્રેનો રદ કરાઈ તો કેટલીક ટ્રેનો ડાયવર્ટ કરાઈ અને અમુક ટ્રેનો મોડી થશે : જાણો સંપૂર્ણ વિગત

રાજકોટ :ઉત્તર રેલવેના દિલ્હી વિસ્તારમાં આવેલા પટેલ નગર રેલવે સ્ટેશન પર યાર્ડ રિમોડલિંગના કામ માટે લેવામાં આવેલા બ્લોકને કારણે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી કેટલીક ટ્રેનોને અસર થશે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ અભિનવ જેફના જણાવ્યા મુજબ, અસરગ્રસ્ત ટ્રેનોની વિગતો નીચે મુજબ છે

રદ કરાયેલી ટ્રેનો:

• ટ્રેન નંબર 20937 પોરબંદર - દિલ્હી સરાઈ રોહિલ્લા એક્સપ્રેસ 17.12.2022 ના રોજ રદ રહેશે.
• ટ્રેન નંબર 20938 દિલ્હી સરાઈ રોહિલ્લા - પોરબંદર એક્સપ્રેસ 19.12.2022 ના રોજ રદ રહેશે.
ડાયવર્ટ કરેલા રૂટ પર દોડતી ટ્રેનો:
• ટ્રેન નંબર 19565 ઓખા-દેહરાદૂન ઉત્તરાંચલ એક્સપ્રેસ 16.12.2022ના રોજ ઓખા થી ઉપડનારી ટ્રેન વાયા અલવર-મથુરા-પલવલ-ગાઝિયાબાદ થઈને ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે.
• ટ્રેન નં. 19270 મુઝફ્ફરપુર-પોરબંદર મોતિહારી એક્સપ્રેસ 19.12.2022 ના રોજ ઉપડનારી ટ્રેન વાયા દિલ્હી-રોહતક-ભિવાની-રેવાડી થઈને ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે.
માર્ગમાં મોડી થનાર ટ્રેનો:
• ટ્રેન નંબર 19270 મુઝફ્ફરપુર - પોરબંદર મોતિહારી એક્સપ્રેસ 18.12.2022 ના રોજ ઉપડનારી ટ્રેન માર્ગમાં મુરાદાબાદ - ગાઝિયાબાદ વચ્ચે રૂટમાં 70 મિનિટ સુધી રેગુલેટ (મોડી) કરવામાં આવશે.
ટ્રેનના સમય, સ્ટોપેજ અને કમ્પોઝિશન સંબંધિત વિગતવાર માહિતી માટે મુસાફરો www.enquiry.indianrail.gov.in  ની મુલાકાત લઈ શકે છે.અભિનવ જેફ,સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર,પશ્ચિમ રેલવે, રાજકોટ ડિવિઝન.ની યાદીમાં જણાવાયું છે

(8:48 pm IST)