Gujarati News

Gujarati News

News of Friday, 8th December 2023

સાધુવાસવાણી મેડીકલ સેન્‍ટરમાં નજીવા દરે વિવિધ આરોગ્‍ય સેવા

માત્ર રૂા. ૧૫૦માં નિદાનઃ લેબોરેટરી સેવા પણ રાહત ભાવેઃ ગાયકવાડીમાં અલાયદી વ્‍યવસ્‍થા

રાજકોટ,તા. ૮: સામાજીક જવાબદારી નિભાવવાના ભાગરૂપે કોઇ પણ જ્ઞાતિ ધર્મના ભેદભાવ વગર નજીવા દરે નિદાન માટે સાધુ વાસવાણી મેડિકલ એન્‍ડ ડાયગ્નોસ્‍ટીક સેન્‍ટર તરફથી અને પ્‍લેકસેસ મેડિકલ સુપર સ્‍પેશ્‍યાલીટી હોસ્‍પિટલના સહયોગથી નિયમીતરૂપે ૩/૮ ગાયકવાડી પ્‍લોટમાં આવેલ સાધુ વાસવાણી ડાયગ્નોસ્‍ટીક સેન્‍ટર મુકામે વિવિધ રોગોનો નિદાન માટેની સેવાઓ પ્રદાન કરવા માટે અલાયદી વ્‍યવસ્‍થા કરવામાં આવેલ છે.

આ સેવા કાર્યમાં વધુમાં વધુ લાભાર્થી જોડાય અને તેમને યોગ્‍ય સગવડતાઓ સાથે સેવાઓ મળી શકે તે માટે ટ્રસ્‍ટના ચેરમેન રવિ.બી.ગોગીયાની રાહબારી હેઠળ ટ્રસ્‍ટી મંડળના માર્ગદર્શન હેઠળ કર્મચારીગણ ખડેપગે સેવાઓ બજાવશે.

આ ટ્રસ્‍ટ માત્ર ૧૫૦/- રૂપિયાના નજીવા દરે નિદાન કરવામાં આવશે તેમજ બ્‍લડ રિપોર્ટ, ઇસીજી રિપોર્ટ અને એકસરે રિપોર્ટ પ્‍લેકસેસ મેડકેરના વર્લ્‍ડ કલાસ અતિઆધુનિક મશીનો દ્વારા કોર્પોરેટ હોસ્‍પિટલમાં રાહતદરે કરી આપવામાં આવશે.

આ મેડકલ સેન્‍ટરમાં ડો. ભાવી બચ્‍છા બાળકોના હૃદય રોગના નિષ્‍ણાંત દર સોમવારે સવારે ૯ થી ૧૧, ડો. તેજસ ચૌધરી બી. પી. ડાયાબીટીસ, થાઇરોઇડ, ફેફસાના રોગોના નિષ્‍ણાંત મંગળવાર અને શુક્રવાર સવારે ૯ થી ૧ર.૩૦, ડો. હેમલ મોટાણી જનરલ લોપ્રોસ્‍કોપીક અને જી. આઇ. સર્જન બુધવાર અને શનિવાર સવારે ૯-૩૦ થી ૧૧ કલાકે, ડો. રાજીવ મિશ્રા ફીજીશ્‍યન વિભાગ સોમવારથી શનિવાર સાંજે ૪.૩૦ થી પ.૩૦, ડો. હેમંતકુમાર વારશનયે હાડકાના રોગોના નિષ્‍ણાંત ગુરૂવાર સવારે ૯ થી ૧૧, ડો. એસ. કે. સિધ આંખના નિષ્‍ણાંત સોમવારથી શનિવાર  સાંજે ૭ થી ૮, ડો. આનંદ કંટારીયા અને ડો. જાનવી મણીયાર દાંતના નિષ્‍ણાંત સોમવારથી શનિવાર સવારે ૧૦  થી રાત્રે ૯ સળંગ, ડો. આરતી કે. અલવાણી એમ. ડી. (હોમિયોથેથ) (મેડીસીન), પી. જી. (હોમિયો) લંડન સોમવારથી શુક્રવાર સાંજે પ.૩૦ થી ૬.૩૦ કલાક સુધી સેવા આપશે.

જરૂરતમંદ દર્દીઓને આ સેવાનો લાભ લેવા સાધુ વાસવાણી સેન્‍ટરના સેક્રેટરી મનોહરલાલ બુલચંદાણી

(4:45 pm IST)