Gujarati News

Gujarati News

News of Friday, 8th December 2023

રાજકોટ બાર એસો.ની ચુંટણીમાં ઉપપ્રમુખ માટે એડવોકેટ યોગેશ ઉદાણીની ઉમેદવારી

રાજકોટ તા. ૮: રાજકોટ બાર એસો.ની આગામી ચૂંટણીમાં ઉપ પ્રમુખ તરીકેની ઉમેદવારી યોગેશ ઉદાણીએ નોંધાવી છે.

આગામી રર ડીસેમ્‍બરના રોજ રાજકોટ બાર એસોસીએશનની ચુંટણી યોજાઇ રહેલ છે જેમાં સીનીયર તથા જુનીયર વકિલશ્રીઓમાં ઉત્‍સાહ જોવા મળી રહેલ છે જયારે રાજકોટ બારમાં છેલ્લા ૩૦ વર્ષથી વકિલાત કરતા અને વકિલોમાં ખૂબજ લોકચાહના ધરાવતા અને ક્રિમીનલ બારમાં તેમજ લીગલ સેલના જુદા જુદા હોદાઓ પર રહી ચૂકેલા યોગેશ ઉદાણીને સિનીયર તથા જુનીયર ભાઇઓ બહેનોના આદરથી લાગણીથી ઉપ પ્રમુખ તરીકે લડવા માટે પ્રોત્‍સાહિત કરી રહેલ હોય જેથી જેઓની લાગણીને ધ્‍યાને રાખી યોગેશ ઉદવાણીએ ઉપ પ્રમુખ તરીકે ઉમેદવારી નોંધાવતા વકિલોમાં ઉત્‍સાહ અને આનંદનો દરીયો ઉમટી પડેલ છે.

સીનીયર જુનીયર વકિલો તથા ફોજદારી લોબીના રેવન્‍યુ લોબીના એમએસીપી લોબીના રેવન્‍યુ લોબી લેબર લોબીના વકિલો તરફથી અભિનંદન સાથે સહકાર આપવામાં આવી રહેલ છે.

(4:46 pm IST)