Gujarati News

Gujarati News

News of Friday, 8th December 2023

તા.૧૯,ર૦ રાષ્‍ટ્રીયશાળા ખાતે એકઝીબીશન કમ સેલ

બહેનો દ્વારા બનાવેલી જવેલરી, ડ્રેસ, હેન્‍ડીક્રાફટ ખાખરા, પાપડ સહિતની વસ્‍તુઓનું પ્રદર્શન-સેલઃ સ્‍ટોલ માટે નામ નોંધણી ચાલુ

રાજકોટ તા. ૮ : રાજકોટ સીટી વુમન્‍સ કલબ દ્વારા એકઝીબીશન કમ સેલનું આયોજન તા. ૧૯ અને ર૦ ડિસેમ્‍બર (બે દિવસ) માટે રાષ્‍ટ્રીય શાળાના હોલ ખાતે રાખવામાં આવેલ છે

સખત મોંઘવારીમાં ઘરના ખર્ચાને પહોંચી વળવા માટે ઘણા બહેનો ઘરે બેઠા ગૃહ ઉદ્યોગ કરે છે મહેનત કરે છે પણ તેમના બિઝનેશને પ્‍લેટ ફોર્મ મળતુ નથી અને બહેનોને આગળ આવવા માટે તક મળતી નથી તેવા હેતુથી સંસ્‍થા દ્વારા એકઝીબીશનનુ આયોજન કરવામાં આવેલ છે જેનો ચાર્જ પણ નોર્મલ રાખેલ હોવાનું જણાવાયુ.

રાજકોટ સીટી વુમન્‍સ કલબના પ્રમુખ પ્રફુલાબેન મહેતા અને કમીટી મેમ્‍બર્સનો એકજ ધ્‍યેય છે કે બહેનો કેમ આગળ આવે અને તેમને ઉદ્યોગને વેગવંતુ બનાવવા માટે દર વર્ષે એકઝીબીશન કમ સેલનું ઉદ્યોગ કરેછ ેજેમ કે ઇમીટેશન જવેલરી, ડ્રેસ કૃતી, હેન્‍ડીક્રાફટ બેડસીટ, અથાણા મસાલા, ખાખરા, પાપડ, વેફર્સ જેવા અનેક ઉદ્યોગો કરે  તેવા બહેનોએ એકઝીબીશન સેલમાં સ્‍ટોલ નાવખા માટે ફોર્મ તા.૧ર-૧૩-૧૪ એમ ત્રણ દિવસમાં ભરી દેવાના રહેશે.

ફોર્મ ભરવા માટેનું સ્‍થળઃ (૧) પ્રફુલાબેન મહેતા, આફ્રિકા કોલોની મેઇન રોડ, સદ્દગુરૂવંદના ધામ (૧) બ્‍લોક નં.૧૦૩ રાણી બંગલા પાસે મો.૯૪ર૮૮ ૯૦ર૭૭, (ર) હીનાબેન મોદ,ી રર-ન્‍યુ જાગનાથ પ્‍લોટ ખોડીયાર સ્‍વીટની સામે મહાકાળી મંદિર રોડ, મો.૯૪ર૯૯ ૭૯૧૭૩, (૩) બિન્‍દુબેન મહેતા, પ-દિવાનપરા ‘વિક્રાંત' વિરાણી વિલાવાળી શેરી મો.૯૭૩૭૮ ૭પ૭૪૦, (૪) કલ્‍પનાબેન પારેખ, ૭-વાણીયાવાડી ‘મહાવીર' મો. ૯૯ર૪પ ૭૯૮૪૯ તસ્‍વીરમાં પ્રફુલાબેન મહેતા કલ્‍પનાબેન પારેખ, ઇન્‍દીરાબેન ઉદાણી, બિન્‍દુબેન મહેતા, પ્રીતીબેન ગાંધી, અલ્‍કાબેન ગોસાઇ, નજરે પડે છ.ે(તસ્‍વીર સંદીપ બગથરીયા)

(4:47 pm IST)