Gujarati News

Gujarati News

News of Friday, 8th December 2023

બાર એસો.ની ચુંટણીમાં પ્રમુખપદ માટે પ્રબળ દાવેદાર બકુલ રાજાણીએ ઉમેદવારી નોંધાવી

ઉપપ્રમુખ પદની જગ્‍યા માટે હરેશ પરસોંડા, યોગેશ ઉદાણીએ ઉમેદવારી નોંધાવીઃ જો. સેક્રેટરી માટે કેતન મંડ, ટ્રેઝરર માટે દિવ્‍યેશ છગની ઉમેદવારીઃ મહિલા અનામતની જગ્‍યામાં ત્રણ ફોર્મ ભરાયાઃ કારોબારીની જગ્‍યા ઉપર ર૭ ઉમેદવારો મેદાનમાં: ચુંટણીમાં દરેક જગ્‍યા ઉપર રસાકસીના એંધાણ

રાજકોટ : બાર એસો.ની ચુંટણીમાં આજે પ્રમુખપદ માટે બકુલભાઇ રાજાણી, સેક્રેટરી માટે સુમીત વોરા સહીતના ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. પ્રસ્‍તુત તસ્‍વીરોમાં ફોર્મ ભર્યા બાદ સિવિલ કોર્ટ પાસે વિશાળ ટેકેદારો સાથે બકુલ રાજાણીએ ચુંટણી જંગ બહુમતીથી જીતવાનો દાવો કર્યો હતો. તસ્‍વીરોમાં શ્રી રાજાણી સાથે યોગેશ ઉદાણી, સંજય જોષી, ધર્મેન્‍દ્રસિંહ ઝાલા, હેમાંગ જાની, સંજય પંડયા વિગેરે દર્શાય છે. (તસ્‍વીરોઃ સંદીપ બગથરીયા)

રાજકોટ, તા., ૮:  રાજકોટ બાર.એસો.ની આગામી તા. રર મીએ યોજાનાર સને ર૦ર૩-૨૪ની ચુંટણીમાં આજે પ્રમુખપદ માટે જાણીતા ધારાશાષાી બકુલભાઇ રાજાણીએ આજેબપોરના ૧ર કલાક અને૩૯ મિનિટના વિજય મુહુર્તે ઉમેદવારી નોંધાવી છે.

આ ઉપરાંત ઉપપ્રમુખ પદ માટે હરેશભાઇ પરસોંડા અને યોગેશભાઇ ઉદાણીએ ઉમેદવારી નોંધાવી છે. આ જગ્‍યા ઉપર ગઇકાલે સમરસ પેનલના ઉમેદવાર સુરેશભાઇ ફળદુએ અને સિધ્‍ધરાજસિંહ જાડેજાએ ઉમેદવારી નોંધાવી છે.

આજે બપોરના બકુલભાઇ રાજાણીએ તેમના વિશાળ ટેકેદારોની હાજરીમાં ઢોલ નગારા સાથે વાજતે ગાજતે ઉમેદવારી નોંધાવી હતી અને પોતે જંગી મતથી જીતવાની આશા વ્‍યકત કરી હતી.

જોઇન્‍ટ સેક્રેટરીની જગ્‍યા માટે કેતનભાઇ મંડ, ટ્રેઝરર માટે પણ કેતન મંડ ઉપરાંત દિવ્‍યેશ છગે ફોર્મ ભર્યુ હતું. કારોબારી માટે કુલ ર૬ ફોર્મ ભરાયા છે.

સેક્રેટરીની જગ્‍યા ઉપર પી.સી.વ્‍યાસ, સુમીત વોરા વિગેરે સ્‍પર્ધામાં છે. સુમીત વોરા અને બકુલ રાજાણીએ આજે ઉમેદવારી નોંધાવી છે.

આ ઉપરાંત જયેન્‍દ્ર ગોંડલીયા, નિરવ પંડયા તેમજ કારોબારી સભ્‍ય માટે અસંખ્‍ય ફોર્મ ભરાયેલ છે. તેમજ મહિલા અનામતની જગ્‍યા માટે રેખાબેન પટેલ, રક્ષાબેન ઉપાધ્‍યાય, અરૂણાબેન પંડયાએ ઉમેદવારી નોંધાવી છે.

બાર.એસો.ની ચુંટણીમાં આજે ફોર્મ ભરવાની મુદત સાંજના પાંચ વાગે પુરી થાય છે. ત્‍યારે રજુ થયેલા ફોર્મની ચકાસણી બાદ તા.૧૧ મીએ સાંજના પાંચ વાગે આખરી યાદી પ્રસિધ્‍ધ કરવામાં આવશે.

જે ઉમેદવારો ચુંટણી લડવા માંગતા ન હોય તેઓ તા.૧ર ના સાંજના પાંચ વાગ્‍યા સુધીમાં ફોર્મ પરત ખેંચી શકશે.

આ બધી પ્રક્રિયા પુરી થયા બાદ ઉમેદવારો દ્વારા પ્રચારનો ધમધમાટ શરૂ થશે અને તા. ર૧મીએ  ચુંટણીમાં મતદાનનો સવારના ૯ થી બપોરના ત્રણનો રાખવામાં આવેલ છે.

ત્‍યાર બાદ મતગણતરી શરૂ થશે અને તે જ દિવસે મોડી સાંજે પરીણામ જાહેર થશે.

પ્રમુખપદ માટે ખાસ કરીને કમલેશ શાહ અને બકુલ રાજાણી વચ્‍ચે સ્‍પર્ધા થશે. આ ઉપરાંત ઉપપ્રમુખ પદ માટે ૪ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે.

ચાલુ વર્ષે બાર. એસો.ની ચુંટણીમાં રસાકસીભરી બની રહેશે. આજે છેલ્લા દિવસે કુલ ૧૦૦ થી વધુ ફોર્મ અત્‍યાર સુધીમાં ઉપડયા હોવાનું જાણવા મળે છે.

(4:50 pm IST)