Gujarati News

Gujarati News

News of Wednesday, 8th February 2023

‘સુજલામ સુફલામ જળ અભિયાન’’: રાજકોટ જિલ્લાના આયોજન અંગેની બેઠક

વર્ષાઋતુ પહેલા લોક ભાગીદારીથી જળ સંચયની કામગીરી સબંધિત સરકારી વિભાગોના સંકલનથી કરવામાં આવશે

રાજકોટ:રાજયભરમાં જળસંચયની કામગીરીને વેગ આપવા માટે રાજય સરકાર દ્વારા આગામી દિવસોમાં ‘‘સુજલામ સુફલામ જળ અભિયાન’’ અંતર્ગત વર્ષાઋતુ પહેલા લોક ભાગીદારીથી જળ સંચયની કામગીરી સબંધિત સરકારી વિભાગોના સંકલનથી કરવામાં આવશે, જેના રાજકોટ જિલ્લાના આયોજન અંગેની બેઠક ૯ ફેબ્રુઆરીએ સવારે ૧૧ કલાકે કલેકટરના અધ્યક્ષસ્થાને યોજાશે, જેમાં સંબંધિત સર્વે સરકારી વિભાગોના અધિકારીઓને સમયસર ઉપસ્થિત રહેવા યાદીમાં જણાવાયું છે

(12:36 am IST)