Gujarati News

Gujarati News

News of Thursday, 9th February 2023

વિનોદનગર આવાસના કવાટરમાં પોલીસનો દરોડોઃ તીનપતિનો જુગાર રમતા ૮ ઝડપાયા

ભકિતનગર પોલીસમથકના હેડકોન્‍સ મનરૂપગીરી ગૌસ્‍વામી અને કોન્‍સ વાલજીભાઇ જાડાની બાતમીઃ૩૫ હજારની રોકડ કબ્‍જો

 

રાજકોટઃ તા.૯: કોઠારિયા રોડ પર વિનોદનગર આવાસ યોજનાના કવાર્ટરમાં ચાલતા જુગારધામ પર ભકિતનગર પોલીસે દરોડો પાડી તીનપતિનો જુગાર રમતા કવાર્ટર માલીક સહિત આઠ શખ્‍સોને પકડી લીધા હતા

મળતી વિગત મુજબ વિનોદનગર આવાસ યોજનાના કવાર્ટરમાં કેટલાક શખ્‍સો જુગાર રમતા હોવાની ભકિતનગર પોલીસમથકના હેડ કોન્‍સ. મનરૂપગીરી ગૌસ્‍વામી અને કોન્‍સ વાલજીભાઇ જાડાને બાતમી મળતા સ્‍ટાફ સાથે દરોડો પાડી વિનોદનગર આવાસ યોજના કવાર્ટર બ્‍લોક નં.૬, કવાર્ટર નં.૨૦૪૩માં તીનપતિનો જુગાર રમતા કવાર્ટર માલીક સોહીલ આમદભાઇ રાઉમા તથા નવાગામમાં મામાવાડી બ્‍લોક નં.૩૫૭ના સાહુલ ઇસ્‍માઇલભાઇ પરીયા, વિનોદનગર આવાસના કવાર્ટર નં.૨૧૯૯ના સંદીપ ભગવાનજીભાઇ પરીયા, બ્‍લોક નં. ૧૫ કવાર્ટર નં.૨૧૯૯ના રૂખસાદ ઉર્ફે રૂકો ઉર્ફે સમીર રફીકભાઇ મીર, નવાગામ છપ્‍પનીયા કવાર્ટર બ્‍લોક નં.૧૫ કવાર્ટર નં.૬૮૨ના સીદીક રફીકભાઇ શેખ, લલુડી વોકળી શેરી નં.૧૦ના ઇસ્‍માઇલ ઉર્ફે પીંટુ શેખરભાઇ શેખ, રણુજા મંદીર પાસે રાધેશ્‍યામ સોસાયટી શેરી નં.૬ના મનોજ બટુકભાઇ સીધ્‍ધપુરા અને વિનોદનગર આવાસના કવાર્ટર બ્‍લોક નં.૧૮ કવાર્ટર નં.૨૨૪૨ના કિશોર મોહનભાઇ વાડીયાને પકડી લઇ રૂા.૩૫૪૫૦ની રોકડ સહિતની મતા કબ્‍જે કરી હતી આ કામગીરી પીઆઇ.એમ.એમ, સરવૈયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ.એચ.એન.રાયજાદા, હેડકોન્‍સ મનરૂપગીરી ગૌસ્‍વામી અને કોન્‍સ વાલજીભાઇ જાડા સહિતના સ્‍ટાફ દ્વારા કરવામાં આવી હતી.

(3:23 pm IST)