Gujarati News

Gujarati News

News of Thursday, 9th February 2023

જૈન જાગૃતિ સેન્‍ટર રાજકોટ મેઈન દ્વારા રવિવારે યુવા મેળોઃ ૪૦૦થી વધુ ઉમેદવારો ભાગ લેશે

રાજકોટઃ જૈન જાગૃતિ સેન્‍ટર રાજકોટ મેઈન દ્વારા તા.૧૨ના રવિવારે સતત ૮મી વાર જીવનસાથી જૈન અપરિણીત યુવક- યુવતી પરિચય મેળો-૨૦૨૩નું આયોજન કરવામાં આવ્‍યું છે. જેમાં ૪૦૦થી વધુ યુવક- યુવતીઓ ભાગ લેશે.

આજનાં સમયમાં જયારે યુવક- યુવતીનાં લગ્નએ માતા- પિતા માટે ચિંતાનો વિષય છે અને હવે વડીલોની મધ્‍યસ્‍થી રહી નથી. ત્‍યારે આવા પ્રકારના યુવા મેળાએ ઉંમર લાયક યુવક- યુવતીઓનાં માતા- પિતા અને સમાજ માટે ખુબ જ પ્રેરણાદાયક અને આશીર્વાદરૂપ હોવાનું આગેવાનોએ જણાવ્‍યું હતું.

જૈન જાગૃતિ સેન્‍ટર રાજકોટ મેઈન દ્વારા તા.૧૨ રવિવારે વી.વી.પી. એન્‍જીન્‍યરીંગ કોલેજ હોલ, કાલાવડ રોડ, મોટલ ધ વિલેજ સામે રાજકોટ ખાતે જીવનસાથી જૈન અપરિણીત યુવક- યુવતી પરિચય મેળામાં રાજકોટ સૌરાષ્‍ટ્ર ગુજરાત ઉપરાંત બહારના યુવક અને યુવતીઓ પણ ભાગ લઈ રહ્યા છે.

તસ્‍વીરમાં દિવ્‍યેશ દોશી,  સોહીલ મહેતા, દિવ્‍યેશ બાવીસી, દિશીત મેહતા, તુષાર મેહતા અને ધર્મેશ મેહતા નજરે પડે છે.(તસ્‍વીરઃ સંદીપ બગથરીયા)

(3:27 pm IST)