Gujarati News

Gujarati News

News of Thursday, 9th February 2023

યોગ સૂકતમ દ્વારા યોગ ચિકિત્‍સા વર્ગ

રાજકોટ તા. ૯ : શીતલ પાર્ક, ૧૫૦ ફુટ રીંગ રોડ ખાતે યોગ સૂકતમ સંસ્‍થા દ્વારા યોગ ચિકિત્‍સા વર્ગનો આરંભ કરાયો છે. અઠવાડીયાના પ દિવસ સવારે ૭ થી ૮, ૮ થી ૯, ૯ થી ૧૦ અને સાંજે પ થી ૬ તથા ૬ થી ૭ એમ ચાલનાર આ વર્ગોમાં યોગ ચિકિત્‍સાનું જ્ઞાન અપાશે. દર્દીઓના કેસનો અભ્‍યાસ કરી લાઇફ સ્‍ટાઇલ, યૌગિક આહાર અને યૌગિક ચિકિત્‍સા અંગે અભિષેકભાઇ દ્વીવેદી માર્ગદર્શન અપાશે. લાભ લેવાઇચ્‍છુકોએ સંસ્‍થાના ઉપરોકત કાર્યાલયે રૂબરૂ અથવા મો.૯૪૨૭૭ ૨૭૩૬૯ ઉપર સંપર્ક કરવા જણાવાયુ છે.

(3:34 pm IST)