Gujarati News

Gujarati News

News of Friday, 9th April 2021

રાજુભાઈ ધ્રુવને સૌરાષ્ટ્ર ઝોનના પ્રવકતાની જવાબદારી

ભાજપ પ્રદેશ પ્રમુખ સી,આર,પાટીલ દ્વારા પ્રદેશના સહ પ્રવકતા અને ઝોન પ્રવકતા તેમજ મીડિયા ઝોન કન્વીનરોના નામ જાહેર : કિશોરભાઈ મકવાણા પ્રદેશ સહ પ્રવકતા, જગદીશભાઈ પટેલ (બલ્લર) દક્ષિણ ઝોન અને ડો. જ્યોતિબેન પંડ્યા મધ્ય ઝોનના પ્રવકતાપદે

અમદાવાદ : ભાજપ પ્રદેશ પ્રમુખ સી,આર,પાટીલ દ્વારા પ્રદેશના સહ પ્રવકતા અને ઝોન પ્રવકતા તેમજ મીડિયા ઝોન કન્વીનરોના નામ જાહેર કરાયા છે જેમાં રાજુભાઈ ધ્રુવ (મો.૯૪૨૬૭ ૧૯૫૫૫)ને સૌરાષ્ટ્ર ઝોનના પ્રવકતાની જવાબદારી સોંપાઈ છે.

 જયારે કિશોરભાઈ  મકવાણા પ્રદેશ સહ પ્રવકતા, જગદીશભાઈ પટેલ  (બલ્લર) દક્ષિણ ઝોન અને ડો, જ્યોતિબેન પંડ્યા મધ્યઝોનના પ્રવકતાપદે નિયુકત કરાયા છે. આ સિવાય મીડિયા ઝોન કન્વીનરોનાનામ પણ જાહેર કરાયા છે એ આ મુજબ છે. કિશોરભાઈ મકવાણા - પ્રદેશ સહ પ્રવકતા અને પ્રવકતા - ઉત્તર ઝોન, રાજુભાઈ ધ્રુવ - પ્રવકતા - સૌરાષ્ટ્ર ઝોન, જગદીશભાઈ પટેલ (બલ્લર) - પ્રવકતા - દક્ષિણ ઝોન, જયોતિબેન પંડ્યા - પ્રવકતા - મધ્ય ઝોન તેમજ મીડીયા ઝોન કન્વીનરોમાં દક્ષિણ ઝોન - રાજેશભાઈ દેસાઈ - ઝોન કન્વીનર, એડવોકેટ દીપીકાબેન ચાવડા - ઝોન સહ કન્વીનર, મધ્ય ઝોન - સત્યેનભાઈ ફુલાબકર ઝોન કન્વીનર - રાજેશભાઈ પારેખ - ઝોન સહ કન્વીનર, ઉત્તર ઝોન - રેખાબેન ચૌધરી - ઝોન કન્વીનર, રાજુભાઈ ભટ્ટ - ઝોન સહ કન્વીનર, ઉત્તર ઝોન (કર્ણાવતી, અમદાવાદ, જીલ્લો, ગાંધીનગર શહેર અને જીલ્લો) - હિતેશભાઈ પટેલ (પોચી) - ઝોન કન્વીનર, રાજીકાબેન કચેરીયા - ઝોન સહ કન્વીનર, સૌરાષ્ટ્ર ઝોન - મુકેશભાઈ દાસાણી - ઝોન કન્વીનર, સુરેશભાઈ માંગુકીયા - ઝોન સહ કન્વીનરની વરણી કરવામાં આવી છે.

(11:28 am IST)