Gujarati News

Gujarati News

News of Friday, 9th April 2021

રણછોડનગરમાં ૧૬ વર્ષની ભૂમિનું ટીવી જોતી વખતે બેભાનઃ મોત

ધોરણ-૧૦માં ભણતી હતીઃ મોતનું કારણ જાણવા વિસેરા લેવાયા

રાજકોટ તા. ૯: પેડક રોડ પર રણછોડનગર-૩માં રહેતી ભૂમિ દર્શનભાઇ બાસીડા (ઉ.વ.૧૬) નામની બાળા સાંજે ઘરે બેભાન થઇ જતાં મોત નિપજ્યું હતું.

ભૂમિ સાંજે સાડા પાંચેક વાગ્યે ઘરમાં ટીવી જોતી જોતી ઓચીંતી બેભાન થઇ જતાં પરિવારજનોએ તાકીદે સિવિલ હોસ્પિટલમાં ખસેડી હતી. પરંતુ અહિ તબિબે મૃત જાહેર કરતાં પરિવારજનોમાં કલ્પાંત સર્જાયો હતો. ભૂમિ બે બહેનથી મોટી હતી અને ધોરણ-૧૦માં અભ્યાસ કરતી હતી. તેના પિતા ઇમિટેશનનું કામ કરે છે. મોતનું કારણ જાણવા પોસ્ટ મોર્ટમ વખતે વિસેરા લઇ પરિક્ષણ માટે લેબોરેટરીમાં મોકલાયા છે. બી-ડિવીઝન પોલીસે એ.ડી. નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી.

(11:29 am IST)