Gujarati News

Gujarati News

News of Friday, 9th April 2021

પંચાયત પ્રમુખની 'પાણીદાર' કામગીરી

રાજકોટ તાલુકાના ૪ર ગામોની પીવાના પાણીની સમસ્યા તણાશે

મચ્છુ આધારિત ફિલ્ટર પ્લાન્ટ-પાઇપની કામગીરી ચાલુ

રાજકોટ, તા. ૯ : રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ભૂપત બોદરના સધન પ્રયાસોથી રાજકોટ તાલુકાના -૪ર ગામોની પીવાના પાણીની મચ્છુ આધારિત મહત્વકાંક્ષી યોજના અંગર્તત પીવાના પાણીની જુની પાઇપલાઇન યોજના અંતર્ગત ૧પ એમએલ. ફીલ્ટર પ્લાન્ટ, તેમજ ડી.આઇ. પાઇપ લાઇન સીંધાવદર-સણોસરા-કુવાડવા સુધી નવી પાઇપ લાઇન નાખવાની કામગીરી હાલ ચાલુ કરેલ છે. આ કામગીરી પૂર્ણ થયેલ રાજકોટ તાલુકાના -૪ર ગામનો પીવાના પાણીનો પ્રશ્ન કાયમી ધોરણે હલ થઇ જશે.

રાજકોટ જિલ્લા પંચાયત હેઠળના ગામોના રોડ રસ્તાઓના કામો સરકારશ્રી તરફથી જે કામો મંજુર થયેલ છે જેની કામગીરી વહિવટી કારણોસર અટકેલ હતી તે તાકીદથી પૂર્ણ કરવા રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી ભૂપત બોદર તરફથી બાંધકામ વિભાગના કાર્યપાલક ઇજનેરને સુચના આપેલ છે જે કામોની કામગીરી તાત્કાલીક પુર્ણ કરવા જણાવેલ છે.

(12:48 pm IST)