Gujarati News

Gujarati News

News of Friday, 9th April 2021

દાઉદી વ્હોરા સમાજની જાગૃતિ : મહાનગરપાલિકાના સહયોગથી યોજાયો કોરોના વેકસીનેશન કેમ્પ

રાજકોટ : સૈફી કોલોનીની પાસે આવેલ કુત્બી મસ્જિદ કોમ્પલેક્ષ ખાતે અંજુમન એ કુત્બી તથા મહાનગરપાલીકાના સહયોગથી કોરોના વેકસીનેશન કેમ્પ યોજવામાં આવ્યો હતો. જેમાં દાઉદી વ્હોરા સમાજના ૩૦૦ થી વધુ ભાઇ બહેનો કે જેઓ ૪૫ વર્ષની વય વટાવી ગયા હોય તેઓએ રસી મુકાવી હતી. આ પ્રસંગે જનાબ આમીલ સાહેબ શેખ જોહરભાઇ રામપુરાવાળા તથા ઇઝઝી શીફાખાનાના શેખ યાહ્યાભાઇ ગાંધી, ડો. એમ. એમ. કારીયા ઉપસ્થિત રહેલ. ખુબ સારી વ્યવસ્થા ગોઠવેલ. આ પ્રસંગે ડો. અસ્માબેન બાટલાવાળા, કમીટી મેમ્બર બતુલબેન ગાંધી, સલમાબેન કાપડવાલા, જેમનબેન અમરેલીવાળા, મુબારકાબેન ધોરાજીવાળા વગેરેએ વ્યવસ્થા સંભાળી હતી. જમાઅત કુત્બીના શબાબુલ ઇદીઝ ઝરેલી, બુરહાનીગાર્ડના મેમ્બરો હમઝાભાઇ ખેતી, અલીભાઇ તાજાણી, હશનભાઇ ધારીવાલા, મુસ્તફા માકડા, હુશેનભાઇ લહેરી, મુસ્તનશીર જોડીયાવાલા, મુરતજા ઇઝઝી, તાહેર પતરાવાલા, હુશેનભાઇ બાટલાવાળા, જાફરભાઇ રંગુનવાળા, અબીઝર જોડયાવાળા, અસગરભાઇ જોડીયાવાળા, બુરહાનુદીન અમરાવતીવાળા, મુરતઝા રાજપરાવાલા, સૈફી મીઠાઇવાળા, મુરતઝા ખોખર, ફખરૂદીન ભારમલ, હુશેન ઠાઠીયા, અલી સાબુવાલા, તાહેરભાઇ તાહેરી, સ્મોઇલ અમરાવતીવાલા, શેખ શબ્બીરભાઇ બેકરીવાલા વગેરેએ જહેમત ઉઠાવી હતી. તેમ શેખ યુસુફઅલી જોહર કાર્ડસવાળાની યાદીમાં જણાવાયુ છે.

(2:59 pm IST)