Gujarati News

Gujarati News

News of Friday, 9th April 2021

મનપા દ્વારા મુખ્ય બજારમાં માસ્ક- સોશ્યલ ડીસ્ટન્સનું ચેકીંગઃ ૭ દંડાયા

રાજકોટઃ શહેરનાં મુખ્ય બજાર પરાબજાર, જયુબેલી રોડ, રૈયાનાકા  ટાવર, કોઠારિયા નાકા તથા ભુપેન્દ્ર રોડ સહિતનાં વિસ્તારોમાં વેપારીઓને ત્યાં માસ્ક, સોશ્યલ ડિસ્ટન્સનું ચેકીંગ કરવામાં આવ્યુ હતુ. આા ચેકીંગ દરમિયાન ૭ લોકો માસ્ક વિના પકડાતા તેઓને રૂ.૧૦૦૦ હજાર લેખે કુલ ૭ હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો. આ કામગીરી મ્યુ.કમિશ્નર  ઉદિત અગ્રવાલની સુચનાથી  ડે.કમિશ્નરશ્રી સીંઘના માર્ગદર્શન હેઠળ પર્યાવરણ  ઇજનેર નીલેશ  પરમાર સહિતનાં અધિકારીઓ, કર્મચારીઓ દ્વારા કરવામાં  આવી હતી.

(4:00 pm IST)