Gujarati News

Gujarati News

News of Friday, 9th April 2021

કોરોના ઇફેકટઃ જિલ્લા પંચાયતની સામાન્ય સભા ઓડીટોરીયમમાં મળશે

પંચાયતની સભા કચેરી બહાર મળવાની ઐતિહાસિક ઘટના

રાજકોટ તા. ૯ :.. જિલ્લા પંચાયતની સામાન્ય સભા તા. ૧૬ મીએ સવારે ૧૧.૩૦ વાગ્યે પ્રમુખ ભૂપત બોદરની અધ્યક્ષતામાં મળશે જેના સ્થળમાં ફેરફાર કરાયો છે.

 

સામાન્ય સભા રાબેતા મુજબ પંચાયત કચેરીના સભાખંડમાં યોજવાનું જાહેર થયેલ. એજન્ડા પ્રસિધ્ધ થયા બાદ કોરોનાના કેસ સતત વધતા પૂર્વ સાવચેતી માટે સભા હવે પંચાયત કચેરીના બદલે પ્રમુખ સ્વામી ઓડીટોરીયમ, રૈયા રોડ ખાતે તે જ દિવસે અને સમયે મળશે. સોશ્યલ ડીસ્ટન્સ, સેનીટાઇઝેશન સહિતની વ્યવસ્થા રાખવામાં આવશે. પંચાયતની સામાન્ય સભા પંચાયત કચેરી બહાર યોજાય તેવુ કદાચ પ્રથમ વખત બની રહ્યું છે.

(4:01 pm IST)