Gujarati News

Gujarati News

News of Sunday, 9th May 2021

'મારૂ ગામ કોરોના મુકત' અભિયાન અર્થે જિલ્લા પંચાયતમાં બેઠક

રાજકોટ : કોરોના મહામારીના સમયમાં બાઇસોલેશન બેડની યોગ્ય વ્યવસ્થા કરવા ગ્રામ્યુ સ્તરેજ આરોગ્યલક્ષી સુવિધાઓ પુરી પાડવા ભાજપ દ્વારા 'મારૂ ગામ કોરોના મુકત' અભિયાન હાથ ધરાયુ છે. જેને વેગ આપવા રાજકોટ જિલ્લા પંચાયત હોલ ખાતે કેબીનેટમંત્રી જયેશભાઇ રાદડીયાની અધ્યક્ષતામાં તથા જિલ્લા ભાજપ પ્રમુખ મનસુખભાઇ ખાચરીયા, જિ.પં. પ્રમુખ ભુપતભાઇ બોદર, જિલ્લા વિકાસ અધિકારીશ્રી રાણાવાસીયાની ઉપસ્થિતિમાં સંકલન બેઠક યોજવામાં આવી હતી. રાજકોટ, પડધરી, કોટડાસાંગાણી, લોધીકા, જસદણ, વિંછીયા, ગોંડલ, જેતપુર, જામકંડોરણા, ધોરાજી, ઉપલેટા એમ અલગ અલગ સમયે બેઠકો યોજી સરળતાથી લોકોને સુવિધા મળતી થાય તે માટે સંકલન કરવામાં આવ્યુ હતુ. આ બેઠકમાં જિલ્લા ભાજપ મહામંત્રીઓ નાગદાનભાઇ ચાવડા, મનસુખભાઇ રામાણી, મનીષભાઇ ચાંગેલા, ગ્રામ્ય ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયા, પૂર્વ ધારાસભ્યો બાવનજીભાઇ મેતલીયા, પ્રવિણભાઇ માકડીયા, ભાનુબેન બાબરીયા, દુધ ડેરીના ચેરમેન ગોરધનભાઇ ધામેલીયા, સી.એચ.સી. અને પી.એચ.સી. સેન્ટર પાર્ટીના ઇન્ચાર્જ તથા આરોગ્ય અધિકારીઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

(11:59 am IST)