Gujarati News

Gujarati News

News of Sunday, 9th May 2021

શિવમ પાર્કમાં સામુહિક ઝેરી દવા પીવાના ચકચારી બનાવના કામના આરોપી દીલીપ કોરાટને પકડી લેતી રાજકોટ તાલુકા પોલીસ : દિલીપ કોરાના મંગળવાર સુધી રિમાન્ડઃ કમલેશભાઇને રૃપિયા આપી દીધાનું રટણ

રાજકોટઃ ગઇ તા. ૦૩/૦૫/૨૦૨૧ ના રોજ શીવમ પાર્ક શેરીન-ર નાનામવા મેઇન રોડ શાસ્ત્રી નગરની સામે  કમલેશભાઇ રામકૃષ્ણભાઇ લાબડીયા ઉ.વ ૪૦એ કોરોના ન થાય તેની માટે ની દવા લેવાનું જણાવી તેમના દિકરા અંકિત કમલેશભાઈ લાબડીયા ઉ.વ. રર તથા દિકરી કૃપાલી કમલેશભાઈ લાબડીયા ઉં.વ. ૨૦  એમ ત્રણેયે ઝેરી દવા પી જતા સરકારી હોસ્પિટલ ખાતે સારવારમાં લઇ જતા પ્રથમ અંકિતભાઇ કમલેશભાઇ લાબડીયા ઉ.વ. ૨૨નું તા. ૦૩/૦૫/૨૦૨૧ ના રોજ મૃત્યુ થયેલ બાદ તા.૦૪/૦૫/૨૦૧ ના રોજ કમલેશભાઇ રામકૃષ્ણભાઇ લાબડીયા ઉ.વ ૪૦ પણ મૃત્યુ પામ્યા હતા. આ બનાવ રાજકોટમાં ચર્ચાનું કેન્દ્ર બનેલ હોય જે અન્વયે રાજકોટ શહેર પોલીસ કમિશ્નર શ્રી મનોજ અગ્રવાલ તથા સંયુકત પોલીસ કમિશ્નર શ્રી ખુરશીદ અહેમદ તથા નાયબ પોલીસ કમિશ્નરશ્રી મનોહરસિંહ જાડેજા (ઝોન-ર) તથા મદદનિશ પોલીસ કમિશ્નર જે.એસ.ગેડમ દક્ષિણ વિભાગ તથા એ.સી.પી. ક્રાઇમ સાહેબ ડી.વી.બસીયાએ  બનાવની ગંભીરતાથી નોંધ લઇ બનાવ સબબ ગુનો રજીસ્ટર કરવા માટેની સુચના આપેલ જેથી  મરણજનાર કમલેશભાઇની સ્યુસાઇડ નોટ કબ્જે ગુનો રજીસ્ટર કરી આ ગુનાના કામના આરોપીઓને કોઇપણ સંજોગમાં શોધી કાઢવા રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફની અલગ અલગ ટીમો બનાવેલ જે અન્વયે ડી.સ્ટાફની ટીમે હકીકત આધારે અમદાવાદ હાઇવે પરથી આરોપીને પકડી લીધો છે. કોરોના અંગેનો એન્ટીજન રિપોર્ટ નેગેટીવ આવતા આરોપીને ધોરણસર અટક કરેલ છે.

   આઇપીસી કલમ ૩૦૬,૪૦૬,૩૮૭,૧૧૪,૧૨૦ બી મુજબના ગુનામાં પકડાયેલ આરોપીનું નામ દીલીપ જીવરાજભાઇ કોરાટ (ઉવ-૪૬ ધંધો- કારખાનુ રહે "ધરતી"ઉદયનગર શેરીનં-૧૭ સરદાર કોમ્યુનીટી હોલ પાછળ ૧૫૦ ફુટ રીંગરોડ રાજકોટ) છે.

આ કામગીરી પોલીસ ઇન્સ. જે.વી.ધોળા તથા ડી.સ્ટાફ ટીમ પોલીસ સબ ઇન્સ. એન.ડી.ડામોર તથા એ.એસ.આઇ. આર.બી.જાડેજા તથા પો.હે.કો. મોહસીનખાન મલેક તથા પો.હેડ કોન્સ. વિજયગીરી ગૌસ્વામી તથા પો.કો. અરજણભાઇ હરભમભાઇ તથા પો.કો. અમીનભાઇ ભલુર તથા પો.કો. ધર્મરાજસિંહ રાણા તથા પો.કો. હર્ષરાજસિંહ જાડેજા તથા પો કો, હરસુખભાઇ સબાડ સહિતે કરી છે.

દરમિયાન આ બનાવમાં આરોપી દિલીપ જીવરાજભાઇ કોરાટને તાલુકા પોલીસે રિમાન્ડ માંગણી સાથે કોર્ટમાં રજૂ કરતાં મંગળવાર સુધીના રિમાન્ડ મંજુર થતાં વિશેષ પુછતાછ શરૃ કરવામાં આવી છે. તેણે પોતે એડવોકેટ આર. ડી. વોરા કયાં છે તે અંગે પોતે અજાણ હોવાનું રટણ ચાલુ રાખ્યું છે. તેમજ પૈસા કમલેશભાઇ લાબડીયાને આપી જ દીધાનું ગાણું ગાવાનું ચાલુ રાખ્યું  હોઇ ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી જે. એસ. ગેડમ, એસીપી ડી. વી. બસીયાની રાહબરીમાં પીઆઇ જે. વી. ધોળા, પીએસઆઇ ડામોર, એએસઆઇ ભરતભાઇ વનાણી, એએસઆઇ આર. બી. જાડેજા અને ટીમે તપાસ યથાવત રાખી છે.

(2:55 pm IST)