Gujarati News

Gujarati News

News of Wednesday, 9th September 2020

રાજયકક્ષાના મહોત્‍સવને પગલે મવડી પોલીસ હેડ કવાટર સહિત રાજકોટ ગ્રામ્‍યના ૧૯ પોલીસ સ્‍ટેશનોમાં ૪૫૦૦ વૃક્ષોનુ વાવેતર કરાયુ

રાજકોટ નાયબ પોલીસ મહાનિરિક્ષક (ગ્રામ્‍ય)ના માર્ગદર્શન હેઠળ પોલીસ અધિક્ષક બલરામ મીણાએ મવડી હેડ કવાટરમાં વૃક્ષારોપણ કર્યુઃ શહેરના આગેવાન નાગરિકોની ઉપસ્‍થિતિ

ગાંધીનગર : રાજ્ય સરકારશ્રી દ્વારા ગુજરાત પોલીસનો રાજય કક્ષાનો વન મહોત્સવ-૨૦૨૦ ની ઉજવણી અનુસંધાને પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી, ગુજરાત રાજય, ગાંધીનગર દ્વારા વન મહોત્સવ-૨૦૨૦ કાર્યક્રમની ઉજવણી કરવાની સુચના કરેલ. જે અનુસંધાને નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી, રાજકોટ વિભાગ રાજકોટ માર્ગદર્શનથી પોલીસ અધિક્ષક બલરામ મીણા દ્વારા આજરોજ મવડી પોલીસ હેડ ક્વાર્ટર ખાતે તથા રાજકોટ ગ્રામ્ય તથા જીલ્લાના ૧૯ પોલીસ સ્ટેશનમાં તથા કચેરીઓમાં સરકારશ્રીના આ કાર્યક્રમને સફળ બનાવવા માટે કુલ ૪૫૦૦ વૃક્ષોના રોપાઓનું વાવેતર કરવામાં આવેલ છે.

           જેમાં મવડી પોલીસ હેડ ક્વાર્ટર ખાતે જીલ્લા પોલીસ વડા બલરામ મીણા સાહેબ તથા રાજકોટ શહેરના ડેપ્યુટી મેયર અશ્વિનભાઈ મોલીયા તથા આર.એમ.સી. બાંધકામ સમીતીના ચેરમેન મનીષભાઇ રાડીયા, દીવ્યરાજસિંહ ગોહીલ તથા અન્ય રાજકીય આગેવાનો તથા શાપર જી.આઇ.ડી.સી.ના પ્રમુખ રમેશભાઇ ટીલાળા તથા હડમતાળા જી.આઇ.ડી.સી.ના પ્રમુખ શ્રી પ્રવિણભાઇ જસાણી.મહેશભાઇ સાવલીયા તથા વન વિભાગના ડી.એફ,ઓ..શ્રી સીયાણી તથા અધિકારીઓ તથા રાજકોટ ગ્રામ્ય જીલ્લાના પોલીસ અધિકારી તથા કર્મચારીઓ તથા જી.આર.ડી. સભ્યો તથા ટ્રાફીક બ્રિગેડ દ્વારા વૃક્ષોના રોપાનું વાવેતર કરવામાં આવેલ છે. તેમજ રાજકોટ ગ્રામ્ય જીલ્લામાં અલગ અલગ પોલીસ સ્ટેશનમાં મોટા પદાધિકારીઓ તથા પોલીસ અધિકારીશ્રીઓ તથા કર્મચારીઓ તથા જી.આર.ડી. સભ્યો તથા ટ્રાફીક બ્રીગેડના જવાનો હાજર રહી ૪૫૦૦ રોપાઓ વાવવામાં આવેલ છે.

(9:18 pm IST)