Gujarati News

Gujarati News

News of Wednesday, 9th September 2020

રાજકોટમાં કોઈપણ સરકારી કે રાજકીય કાર્યક્રમમાં ડીજે કે સાઉન્ડ સિસ્ટમ નહીં વાગે :એસો,નો નિર્ણંય

સરકાર સુધી પોતાનો અવાજ પહોંચાડવા રાજકોટ સાઉન્ડ એન્ડ સ્ટેજ લાઇટિંગ ઓનર એસો,નો નિર્ણંય

રાજકોટ તા. ૯ : સાઉન્ડ એન્ડ સ્ટેજ લાઇટ ઓનર્સ એસોસીએશને એક મહત્વનો નિર્ણય કારોબારી બેઠકમાં લીધો છે. આગામી દિવસોમાં પેટા ચુંટણી અને તેને લગતા અથવા તો કોઇપણ સરકારી કે અર્ધસરકારી તેમજ કોઇપણ રાજકીય પક્ષના કાર્યક્રમોમાં ડી.જે. સીસ્ટમ કે સાઉન્ડ સીસ્ટમ નહીં વગાડવા તેમજ પેટા કોન્ટ્રાકટ પણ નહીં લેવા નિર્ણય જાહેર કરાયો હતો. કોરોનાની પરિસ્થિતિમાં જયાં સુધી ડીજે અને સાઉન્ડના ધંધા બરાબર ચાલુ ન થાય ત્યાં સુધી આ નિયમનું ચુસ્ત પાલન કરવા અનુરોધ કરાયો છે. સરકાર સુધી આ વ્યવસાયકારોનો અવાજ પહોંચાડવાના આશય માત્રથી આ નિર્ણય એસોસીએશન દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. જો કોઇ સભ્ય નિયમ ભંગ કરશે તો સભ્ય પદ રદ કરવામાં આવશે. તેમ સાઉન્ડ એન્ડ સ્ટેજ લાઇટ ઓનર્સ એસો. (રૈયા રોડ)ની યાદીમાં જણાવાયુ છે.

(11:42 am IST)