Gujarati News

Gujarati News

News of Wednesday, 9th September 2020

કોરોના વાયરસનો કહેરઃ પંજાબ નેશનલ બેંક અને સૌરાષ્ટ્ર ગ્રામિણ બેંક બંધ કરવાની નોબત આવી

રાજકોટ : કોરોના વાયરસનો કહેર વધતો જ જાય છે. અત્રેના જયુબેલી ચોકમાં આવેલી પંજાબ નેશનલ બેંકના ૩ વિભાગોના કુલ ૯ કર્મચારીઓને કોરોના પોઝીટીવ આવતા બેંક રવિવાર સુધી બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. કરનસી ચેસ્ટના પ કર્મચારીઓનો પણ આમાં સમાવેશ થાય છે આજે બેંકમાં તમામ કર્મચારીઓનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો. દરમ્યાન સૌરાષ્ટ્ર ગ્રામિણ બેંકની હેડ ઓફીસના ૮ કર્મચારીઓ પણ કોરોનાનો શિકાર બનતા બેંક આજે અને કાલે બંધ રાખવા નિર્ણય લેવાયો છે. જરૂર પડયે શુક્રવારે બેંક શરૂ થશે. જો વધુ મુશ્કેલી જેવું જણાશે તો શનિ-રવિ પણ બેંક બંધ રહેશેઃ આ ઉપરાંત બરોડા બેંક (અગાઉની દના બેંક)ની ૧પ૦ ફુટ રીંગ રોડ પરની શાખામાં પણ એક પોઝીટીવ કેસ આવ્યો હોવાનું જાણવા મળે છેઃ કોરોના એ ઉપાડો લેતા બેંક કામદારો ભયભીત થઇ ગયા છે : ગ્રાહકો-લોકો સાથે સીધો સંપર્ક હોવાથી હાલમાં બેંકોમાં પોઝીટીવ કસ વધ્યા છે

(3:53 pm IST)